LRD પરીક્ષા પહેલા અરવલ્લીમાં બની 2 મહત્વની ઘટના, ઉમેદવારોને બસમાં લઈ જઈ રહ્યો હતો નશેડી ડ્રાઈવર
આજે રાજ્યભરમાં ચુસ્ત બંદોબસ્ત વચ્ચે લોકરક્ષક દળની પરીક્ષા યોજાઈ રહી છે. અગાઉ પેપર લીક થયા બાદ આજે મોટી સંખ્યામાં પોલીસનો કાફલો તમામ પરીક્ષા સેન્ટર પર ગોઠવી દેવાયો છે. રાજ્યભરમાંથી 8.75 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. ત્યારે અરવલ્લીમાંથી પરીક્ષા પહેલા બે મોટી ઘટનાઓ સામે આવી હતી. એક તરફ, વડાગામમાં ઉમેદવારોને લઈ જતી એસટી બસનો ડ્રાઈવર નશામાં ધૂત પકડાયો હતો, તો બીજી તરફ પરીક્ષા આપવા જઈ રહેલા ઉમેદવારનું વૃક્ષ સાથે ભટકાઈને મોત થયું હતું.
સમીર ખાન/અરવલ્લી : આજે રાજ્યભરમાં ચુસ્ત બંદોબસ્ત વચ્ચે લોકરક્ષક દળની પરીક્ષા યોજાઈ રહી છે. અગાઉ પેપર લીક થયા બાદ આજે મોટી સંખ્યામાં પોલીસનો કાફલો તમામ પરીક્ષા સેન્ટર પર ગોઠવી દેવાયો છે. રાજ્યભરમાંથી 8.75 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. ત્યારે અરવલ્લીમાંથી પરીક્ષા પહેલા બે મોટી ઘટનાઓ સામે આવી હતી. એક તરફ, વડાગામમાં ઉમેદવારોને લઈ જતી એસટી બસનો ડ્રાઈવર નશામાં ધૂત પકડાયો હતો, તો બીજી તરફ પરીક્ષા આપવા જઈ રહેલા ઉમેદવારનું વૃક્ષ સાથે ભટકાઈને મોત થયું હતું.
આજે લોકરક્ષક દળની પરીક્ષા: સેન્ટર પહોંચે તે પહેલા બાયડના ઉમેદવારનું અકસ્માતમાં મોત
[[{"fid":"198197","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"YuvakMotLRD.jpg","field_file_image_title_text[und][0][value]":"YuvakMotLRD.jpg"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"YuvakMotLRD.jpg","field_file_image_title_text[und][0][value]":"YuvakMotLRD.jpg"}},"link_text":false,"attributes":{"alt":"YuvakMotLRD.jpg","title":"YuvakMotLRD.jpg","class":"media-element file-default","data-delta":"1"}}]]
આશાસ્પદ ઉમેદવારનું મોત
અરવલ્લીમાં LRDની પરીક્ષા આપવા જતા ઉમેદવારનું બાયડના સરસોલી પાસે બાઈક ઝાડ સાથે ટકરાયું હતું. વિપુલ ખાંટ નામના યુવકનું સેન્ટર કપડવંજ હોઈ તે બાઈક પર પરીક્ષા આપવા નીકળ્યો હતો. તેના ઘરથી કપડવંજ 50 કિલોમીટર દૂર હોઈ, તેણે પૂરઝડપે બાઈક હંકાર્યું હતું. તે માલપુરના મગોડીથી કપડવંજ સેન્ટર પર પરીક્ષા આપવા જતો હતો. ત્યારે સ્પીડને કારણે બાઈક વૃક્ષ સાથે ભટકાયું હતું. આ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થનાર યુવકનું આખરે મોત નિપજ્યું હતું.
ડોલરિયો ડાયરો : ગીતા રબારીની આસપાસ થઈ ગયો ડોલર-રૂપિયાનો મસમોટો ઢગલો
[[{"fid":"198198","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"LRDDriver.jpg","field_file_image_title_text[und][0][value]":"LRDDriver.jpg"},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"LRDDriver.jpg","field_file_image_title_text[und][0][value]":"LRDDriver.jpg"}},"link_text":false,"attributes":{"alt":"LRDDriver.jpg","title":"LRDDriver.jpg","class":"media-element file-default","data-delta":"2"}}]]
ડ્રાઈવર નશામાં હતો ધૂત
અરવલ્લી ધનસુરાના વડાગામ પાસે એસટી બસનો ડ્રાઈવર નશામાં હોઈ ઉમેદવારો અટવાયા હતા. આ બસ મોડાસાથી ગાંધીનગર જઈ રહી હતી. આ વાત જાણી ગયેલા ઉમેદવારોએ ધનસુરા પાસે હોબાળો કર્યો હતો. ઉમેદવારોએ ડ્રાઈવરને મોડાસા ડેપો મેનેજરને સોંપ્યો હતો. ત્યારે ડ્રાઈવરે ‘હા થોડો પીધો છે’ એમ કરીને જવાબ આપ્યો હતો. મોડાસામાં આ નશેડી ડ્રાઈવર લાલસિંહ જાડેજાની અટકાયત કરવામાં આવી હતી.
સુરેન્દ્રનગર: અકસ્માત બાદ રસ્તા પર 2 અંધ મૃતદેહોના હાલ નજરે જોઈ બધા હચમચી ઉઠ્યા