ભેંશ ભાગોળેને છાશ છાગોળે: કોંગ્રેસની સરકાર આવી નથી ત્યાં જ ધારાસભ્યોએ ડંફાસો હાંકવાની શરૂ કરી દીધી
જિલ્લાના વેરાવળ ખાતે કોંગ્રેસ સમર્થિક સરપંચોના સન્માન સમારંભમાં ધારાસભ્ય વિમલ ચૂડાસમાએ વિવાદિત નિવેદન આપ્યું હતું. જાહેર મંચ પરથી ધારાસભ્યએ અધિકારીઓને ધમકી આપી હતી. ધમકી આપતા કહ્યું કે, 2022 માં કોંગ્રેસની જ સરકાર બનવા જઇ રહી છ. જે અધિકારીઓએ કોંગ્રેસના કાર્યકર્તાઓને પરેશાન કરવામાં આવશે તેનો પણ હિસાબ થશે. ભાજપ તો હાલ બદલીઓ કરીને જ સંતોષ માને છે પરંતુ અમે તો સીધા ઘરે જ બેસાડી દઇશું.
ગીર સોમનાથ : જિલ્લાના વેરાવળ ખાતે કોંગ્રેસ સમર્થિક સરપંચોના સન્માન સમારંભમાં ધારાસભ્ય વિમલ ચૂડાસમાએ વિવાદિત નિવેદન આપ્યું હતું. જાહેર મંચ પરથી ધારાસભ્યએ અધિકારીઓને ધમકી આપી હતી. ધમકી આપતા કહ્યું કે, 2022 માં કોંગ્રેસની જ સરકાર બનવા જઇ રહી છ. જે અધિકારીઓએ કોંગ્રેસના કાર્યકર્તાઓને પરેશાન કરવામાં આવશે તેનો પણ હિસાબ થશે. ભાજપ તો હાલ બદલીઓ કરીને જ સંતોષ માને છે પરંતુ અમે તો સીધા ઘરે જ બેસાડી દઇશું.
SURAT માં અનોખા લગ્ન: તમારા સાત જનમનાં પાપનો થશે નાશ, ધનના ઢગલા થશે
ધારાસભ્ય વિમલ ચુડાસમાએ કહ્યું કે, સરકારી કાર્યક્રમોમાં પ્રોટોકોલ અનુસાર ભાજપના હોદ્દેદારો ઉપરાંત કોંગ્રેસના પદાધિકારીઓને પણ આમંત્રણ પાઠવવામાં આવતું હોય છે. જો કે સરકારી કાર્યક્રમોમાં કાર્યકર્તાઓ અને હોદ્દેદારો તો દુર પણ કોંગ્રેસનાં ધારાસભ્યોને પણ પ્રતિનિધિત્વ નથી અપાતું. જ્યારે તેઓ જનપ્રતિનિધિ છે. જો કે વિમલ ચુડાસમાએ કહ્યું કે, ભાજપનો કાર્યકર્તા અધિકારીની બદલી કરાવી શકતો હશે પણ કોંગ્રેસનો ધારાસભ્ય તો સીધો જ ઘરે બેસાડી દેશે.
BOTAD માં કડકડતી ઠંડીમાં નવજાત બાળકીને ત્યજીને કળીયુગી માતા ફરાર, લોકો વરસાવે છે ફિટકાર
જેણે જેણે કોંગ્રેસી કાર્યકર્તાઓને પરેશાન કર્યા છે તે લોકોના ખરાબ દિવસો ચાલુ થઇ ચુક્યાં છે. હવે તેમનો ખરાબ સમય આવી રહ્યો છે. આગામી ચૂંટણીમાં કોંગ્રેસની સરકાર આવ્યા બાદ તમામનો હિસાબ થશે. વર્ષોથી સરકારના કાંધીયા તરીકે કામ કરી રહેલા અધિકારીઓની ઉલટી ગણત્રી શરૂ થઇ ચુકી છે તેમ સમજો. ટુંક જ સમયમાં કોંગ્રેસ સરકાર આવ્યા બાદ ગુજરાતના સાચા અર્થમાં સારા દિવસો આવશે. ગુજરાતના લાખો બેરોજગાર યુવાનોને રોજગારી મળશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube