PM મોદીને લઇ જનારુ પ્લેન નદીમાં ઉતરે તે પહેલા જ અચાનક થવા લાગ્યા વિસ્ફોટો, પોલીસ દોડતી થઇ
વડાપ્રધાન મોદી સી પ્લેનન દ્વારા નર્મદા જવા માટે અમદાવાદના મહેમાન બનવા જઇ રહ્યા છે. ત્યારે સુરક્ષાની દ્રષ્ટીએ પોલીસ સહિતની તમામ સુરક્ષા એજન્સીઓ રાઉન્ડ ધ ક્લોક કામગીરી કરી રહી છે. જો કે માલદીવથી વડાપ્રધાનને લઇ જનારા બે પ્લેન રવાના થઇને એક પ્લેન અમદાવાદ જ્યારે એક પ્લેન કેવડિયા ખાતે ગયું હતું. વડાપ્રધાન મોદી અમદાવાદથી જ પ્લેનમાં કેવડિયા જશે એ પ્લેન જ્યારે અમદાવાદ ઉતર્યું ત્યારે અચાનક જમાલપુર બ્રિજ પર તબક્કાવાર વિસ્ફોટો થવા લાગ્યા હતા.
અર્પણ કાયદાવાલા/અમદાવાદ : વડાપ્રધાન મોદી સી પ્લેનન દ્વારા નર્મદા જવા માટે અમદાવાદના મહેમાન બનવા જઇ રહ્યા છે. ત્યારે સુરક્ષાની દ્રષ્ટીએ પોલીસ સહિતની તમામ સુરક્ષા એજન્સીઓ રાઉન્ડ ધ ક્લોક કામગીરી કરી રહી છે. જો કે માલદીવથી વડાપ્રધાનને લઇ જનારા બે પ્લેન રવાના થઇને એક પ્લેન અમદાવાદ જ્યારે એક પ્લેન કેવડિયા ખાતે ગયું હતું. વડાપ્રધાન મોદીઆ પ્લેનમાં જ પ્રવાસ કરવાનાં છે. જો કે પ્લેન જ્યારે અમદાવાદ ઉતર્યું ત્યારે અચાનક જમાલપુર બ્રિજ પર તબક્કાવાર વિસ્ફોટો થવા લાગ્યા હતા.
મારા અને સીએમ વચ્ચે કોઈ જ વિખવાદ નથી, એ સરકાર ચલાવે છે અને હું પક્ષ ચલાવું છું: સીઆર પાટીલ
અચાનક વિસ્ફોટો થવાના કારણે જે અધિકારીઓને પુર્વ માહિતી નહોતી તે દોડતા થતા હતા. જો કે આખરે સામે આવ્યું હતું કે આ પૂર્વ નિર્ધારિત ધડાકા હતા. જેથી પ્લેન ઉતરતા પહેલા પક્ષીઓને ભગાડી શકાય. અત્રે ઉલ્લેખનીય છે કે, બર્ડ હિટની ઘટના નિવારવા માટે આ વિસ્ફોટો કરવામાં આવ્યા હતા. જેથી પક્ષીઓ નદી પરથી હટી જાય અને પ્લેનને સુરક્ષીત રીતે ઉતારી શકાય અને બર્ડહિટની ઘટનાઓ ટાળી શકાય.
આચારસંહિતાના ભંગ મામલે ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાને હાઇકોર્ટે આપી મોટી રાહત
સી પ્લેન અને PM ના આગમનની તૈયારીને ધ્યાને રાખી તમામ વિભાગોની રાઉન્ડ ધ ક્લોક કામગીરી
રિવરફ્રન્ટ પર સી પ્લેન ઉતરે તે પહેલા જ સુરક્ષાને લઇને શકત તપાસ કરવામાં આવી હતી. બોમ્બ હોય તેવી સ્થિતીમાં મેટલ ડિટેક્ટિવ મશીન દ્વારા સતત સુરક્ષા એજન્સીઓ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. બીજી તરફ ફાયર બ્રિગેડના જવાનો સતત સાબરમતી નદીમાં રોબોટ લઈને પેટ્રોલિંગ કરી રહ્યા છે. 31 ઓક્ટોબર સુધી સતત સાબરમતી રિવરફ્રન્ટ પર પેટ્રોલિંગ કરવામાં આવશે. ફ્લોટિંગ જેટી વોટર એરોડ્રામ હોય કે પછી જમાલપુરથી આંબેડકર બ્રિજ સુધીનો તમામ એરીયા વિવિધ સુરક્ષા એજન્સીઓ દ્વારા ચેક કરવામાં આવી રહ્યો છે. જે પીએમ મોદી ન આવી જ્યા ત્યાં સુધી યથાવત્ત રહેશે.
લીંબડીમાં પૂર્વ ધારાસભ્ય લાલજી મેર ભાજપમાં જોડાયા, સીઆર પાટીલે પહેરાવ્યો ખેસ
એક પ્લેન નર્મદા અને એક પ્લેન અમદાવાદ આવી પહોંચ્યું
આજે અમદાવાદમાં આવશે સી પ્લેન આવી પહોંચ્યું હતું. બે સી પ્લેન માલદિવથી ગુજરાતમાં આવવા માટે રવાના થયા હતા. જે આખરે ગુજરાત આવી પહોંચ્યા હતા. જે પૈકી એક સી પ્લેન કેવડિયા પહોંચ્યું હતું. જ્યારે બીજુ સી પ્લેન અમદાવાદ આવી પહોંચ્યું હતું. આજે 10 વાગે એરપોર્ટ ઓર્થોરિટી, એવિએશન ટિમ, ફાયરટિમની સહીતના અધિકારીઓની મીટિંગ થશે. સી પ્લેનના ઉડાન અંગે અધિકારીઓ વચ્ચે ચર્ચા થશે. સી પ્લેનના આગમન પહેલા ફ્લોટિંગ જેટ્ટી પર તૈયારીઓ શરૂ કરવામાં આવી હતી. આખરે પ્લેન આવી પહોંચ્યું હતું. આ પ્લેનને ઉતરતા સમયે કોઇ તકલીફ ન પડે તે માટે આંબેડકર બ્રિજ પર ધડાકા કરવામાં આવ્યા હતા. જેથી પક્ષીઓ ઉડી જાય અને બર્ડહીટની શક્યતા ઘટાડી શકાય.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube