જુનાગઢ: ગરવા ગિરનારમાં યોજાતી લીલી પરિક્રમા (girnar parikrama) કારતક સુદ અગિયારસની તા. 8 નવેમ્બર, 2019 શુક્રવાર મધ્યરાત્રિથી શરૂ કરવામાં આવી હતી. ત્યારે જુનાગઢ (Junagadh) જિલ્લા કલેકટર ડો. સૌરભ પારધી દ્વારા એક્શન પ્લાન બનાવવામાં આવ્યો હતો અને તેના પર વાવાઝોડા સહિતના અનેક પડકારો છતા લાગુ કરવામાં આવ્યો હતો. વિધિવિધાન અને પરંપરાગત રીતે પ્રારંભ થયા પછી જ ગિરનારના જંગલ (Gir forest) ના રૂટ ઉપર પ્રવેશ આપવામાં આવનાર હતો. જો કે પ્રવેશ એક દિવસ વહેલા આપવાનો કલેક્ટરે ક્યાર વાવાઝોડાનું સંકટ ટળ્યા બાદ એક દિવસ વહેલા ચાલુ કરવાનો નિર્ણય લીધો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદ: બોડકદેવમાં 10 મહિનાથી ધમધમતુ VIP જુગારધામ ઝડપાયું


ગિરનારમાં યોજાતી પરિક્રમા એક દિવસ પહેલાં શરૂ કરી દેવામાં આવી હતી. ભવનાથમાં પરિક્રમર્થીઓનો ધસારો વધતા વન વિભાગે દરવાજે ખોલી નંખાયો હતો. સરકારી તંત્ર અને વન વિભાગ દ્વારા રાત્રે ૧૨ વાગ્યે ઇટવા દરવાજો ખુલ્લો મુકી દેવાયો હતો. દોઢ લાખથી વધુ પરિક્રમાંથીઓ ભવનાથમાં પડાવ છે. મહા વાવાઝોડાનો ખતરો ટળતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો. આજે પરિક્રમા શરૂ કરી દેવાઇ પરંતુ આવતી કાલે સાધુ સંતો ની હાજરીમાં કરશે વિધિવત પ્રારંભ કરવામાં આવશે. 


ગુજરાત: મહાની અસરને કારણે અનેક જિલ્લાઓમાં તોફાની વરસાદ


એક પણ રૂપિયાનું રોકાણ કર્યા વગર દર મહિને 70 હજાર રૂપિયા કમાય છે આ ખેડૂત


ઉતાવળિયા પરિક્રમાર્થીઓ પહોંચી ગયા
ગિરનારની પરિક્રમા 8 નવેમ્બરથી શરૂ થવાની છે. પરંતુ દર વર્ષની જેમ આ વર્ષે પણ કેટલાક ઉતાવળીયા પરિક્રમાર્થીઓનો પ્રવાહ ભવનાથ ભણી શરૂ થઇ ગયો છે. જેને કારણે તંત્રની કામગીરી વધી ગઈ છે. અંદાજે 10,000 થી વધુ પરિક્રમાર્થીઓ ભવનાથ પહોંચી ગયા છે, પરંતુ વનવિભાગે ઇટવા ગેટ બંધ કરતા ભાવિકોને ભવનાથમાં રોકાણ કરવુ પડ્યું છે. ઉતાવળિયા પરિક્રમાર્થીઓને પરિક્રમા રૂટમાં પ્રવેશ ન અપાતા ઉતારાઓ અને જ્ઞાતિ સમાજોની વાડીઓ હાઉસફુલ થઇ ગઈ છે. ભવનાથની તળેટીમાં સમય પહેલા પરિક્રમાર્થીઓ આવી પહોંચતા ચિક્કાર ગીર્દી જોવા મળી રહી છે, તથા સેવાભાવી સંસ્થાઓ અને અન્નક્ષેત્રો સમય પહેલા જ ધમધમતા થઈ ગયા છે. નિયત સમય પહેલા જ મોટી સંખ્યામાં પરિક્રમાર્થીઓ આવી પહોંચતા સરકારી તંત્રમાં પણ દોડધામ મચી ગઇ છે.