ગુજરાતમાં ખેડૂત હોવું એ જ હવે તો શ્રાપ છે, વિજળી મળે તો પાણી નહી અને પાણી મળે તો પાક નહી
ખેડૂતોને પડ્યા પર પાટું સમાન સમસ્યા સામે આવી છે. ભર ઉનાળે ઓલપાડ તાલુકાના ખેડૂતો સિંચાઈના પાણી માટે વલખા મારી રહ્યા છે. ઓલપાડના ઈશનપોર , કરમલા ,અટોદરા સહિતના પૂછડયા વિસ્તારના ગામોમાં પાક માટે પાણીની તાતી જરૂરીયાત જો જલ્દી પાણી નહી મળે તો પાક નષ્ટ થવાની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે. ,ખેડૂતોની સિંચાઈ વિભાગને પાણી માટે અપીલ કરી રહ્યા છે.
સુરત : ખેડૂતોને પડ્યા પર પાટું સમાન સમસ્યા સામે આવી છે. ભર ઉનાળે ઓલપાડ તાલુકાના ખેડૂતો સિંચાઈના પાણી માટે વલખા મારી રહ્યા છે. ઓલપાડના ઈશનપોર , કરમલા ,અટોદરા સહિતના પૂછડયા વિસ્તારના ગામોમાં પાક માટે પાણીની તાતી જરૂરીયાત જો જલ્દી પાણી નહી મળે તો પાક નષ્ટ થવાની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે. ,ખેડૂતોની સિંચાઈ વિભાગને પાણી માટે અપીલ કરી રહ્યા છે.
ગુજરાતીઓ પેટ્રોલનો કકળાટ મુકી દો! આમ જ ચાલ્યું તો પાણી 1000 રૂપિયે લીટર મળશે
ઓલપાડ તાલુકાના કરમલા, અટોદરા, ઇસનપોર સહિતના વિસ્તારના ગામોના ખેડૂતો હાલ સિંચાઈના પાણી માટે વલખા મારી રહ્યા છે. પાણીને લઇ હાલ એમના પાક સુકાઈ જવાની અણી પર આવી ગયો છે. ત્રણેય ગામો થઇ હાલ ૧૫૦૦ હેક્ટરથી વધુ જમીન પર પાકને પાણી ન તાતી જરૂરિયાત ઉભી થઇ છે. પાણીના અભાવે શેરડી તેમજ ડાંગરનો પાક નષ્ટ થવાના આરે છે. પાણી વગર જમીનમાં ભરોઠા (જમીન ફાટવી) પડવા માંડ્યા છે. હજુ એક સપ્તાહ પાણી નહિ મળશે તો પાક સુકાવા માંડશે અને ખેડૂતોને ખુબજ મોટું નુકશાન ભોગવવાનો વારો આવશે.
લોભિયા હોય ત્યાં ધુતારા ભુખે ન મરે, વડોદરામાં પૈસા ડબલ કરવાની લાલચે હતા તે પણ ગુમાવ્યા
કુદરતી આફત આવે અને ખેડૂતોને નુકશાન થાય એ માનવામાં આવે છે પરંતુ હાલ ખેડૂતોની સમસ્યાનું કારણ સિંચાઈ વિભાગ છે. ગત ૧૯ તારીખ થી રોટેશન મુજબ કેનાલમાં પાણી શરુ કરવામાં આવ્યું હતું અને તરતજ માંડવી તાલુકાના ધરમપુર ગામ ખાતે કેનાલ ની સેફટી વોલ તૂટી જતા એક સપ્તાહ જેટલો સમય કેનાલ બંધ કરવાની ફરજ પડી હતી. ઉપરાંત ચાલુ વર્ષે શેરડી તેમજ ડાંગર નું મબલખ રોપાણ ઓલપાડ તાલુકામાં થયું છે. માત્ર ઓલપાડ પેટા વિભાગની વાત કરવામાં આવે તો ૩૨૦૦ હેક્ટર ડાંગર, ૪૦૦૦ હેક્ટર શેરડી તેમજ અન્ય પાકો અને શાકભાજી મળી ૯૦૦૦ હેક્ટરનું વાવેતર થયું છે. જેથી તમામ લોકોને એક સાથે પાણીની જરૂરિયાત છે ત્યારે શું કહી રહ્યા છે. સિંચાઈ વિભાગના અધિકારીએ પણ સાંભળીયે.
દક્ષીણ ગુજરાત ડેમ અને સુવ્યવસ્થિત સિંચાઈ યોજનાને લઇ સમૃદ્ધ છે. સમયસર પાણી મળતું રહે છે અને ખડૂતો આ પાણી થકી વધુમાં વધુ પાક લેતા હોઈ છે પરંતુ સિંચાઈ વિભાગની અણાવડત કહો કે પછી બીજું કઈ ઉનાળો શરુ થતા ટેઇલ વિસ્તારના તેમજ કાંઠા વિસ્તારના ગામોમાં ડર વર્ષે પાણી માટે લોકો એ વલખા મારવા પડતા હોઈ છે. જો ૧૨ મહિના વ્યવસ્થિત રીતે શુ આયોજન કરવામાં આવે. નહેરો સાફ સફાઈ કરવામાં આવે તેમજ કઈ રીતે પૂછડિયા વિસ્તારમાં સમયસર પાણી પહોચ્ડવું એનું આયોજન કરવામાં આવે તો ઉનાળામાં પણ ખેડૂતો સારી રીતે પાક લઇ શકે જોકે ઓલપાડ તાલુકાના ગામોમાં પાણીની મોકાણ ને લઇ ખેડૂત સમજે પણ આ વિસ્તારમાં જેમ બને તેમ જલ્દી પાણી મળે એવી માંગ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube