મંજુલા-વસંત કેસમાં કોર્ટે પણ સ્વિકાર્યું કે વગદાર લોકો કેસ નબળો પાડી શકે છે
નિત્યાનંદ આશ્રમ વિવાદમાં સપડાયેલી DPS(ઈસ્ટ)ની ખોટી NOC મામલે અમદાવાદ ગ્રામ્ય કોર્ટે dpsના ceo મજુલા પૂજા શ્રોફ, પૂર્વ ટ્રસ્ટી હિતેન વસંત અને પૂર્વ પ્રિન્સિપલ નિતા દુઆના આગોતરા જામીન મેળવવા કરેલી અરજી કોર્ટે ફગાવી દીધી છે. અમદાવાદ ગ્રામ્ય કોર્ટે dpsના ceo મંજુલા પૂજા શ્રોફ, પૂર્વ ટ્રસ્ટી હિતેન વસંત અને પૂર્વ પ્રિન્સિપલ નિતા દુઆના અરજી ફગાવતા કોર્ટે પોતાના અવલોકનમાં જણાવ્યું છે કે આરોપીઓ પર ગંભીર પ્રકારનો ગુનો હોવાથી તપાસમાં આરોપીઓની હાજરી જરૂરી માટે તેમના આગોતરા જામીન અરજી આપી શકાય નહી.
આશ્કા જાની/અમદાવાદ : નિત્યાનંદ આશ્રમ વિવાદમાં સપડાયેલી DPS(ઈસ્ટ)ની ખોટી NOC મામલે અમદાવાદ ગ્રામ્ય કોર્ટે dpsના ceo મજુલા પૂજા શ્રોફ, પૂર્વ ટ્રસ્ટી હિતેન વસંત અને પૂર્વ પ્રિન્સિપલ નિતા દુઆના આગોતરા જામીન મેળવવા કરેલી અરજી કોર્ટે ફગાવી દીધી છે. અમદાવાદ ગ્રામ્ય કોર્ટે dpsના ceo મંજુલા પૂજા શ્રોફ, પૂર્વ ટ્રસ્ટી હિતેન વસંત અને પૂર્વ પ્રિન્સિપલ નિતા દુઆના અરજી ફગાવતા કોર્ટે પોતાના અવલોકનમાં જણાવ્યું છે કે આરોપીઓ પર ગંભીર પ્રકારનો ગુનો હોવાથી તપાસમાં આરોપીઓની હાજરી જરૂરી માટે તેમના આગોતરા જામીન અરજી આપી શકાય નહી.
કેન્સરનો ડર બતાવીને મહિલા દર્દીઓનું યૌન ઉત્પીડન કરતો ગુજરાતી ડોક્ટર મનીષ શાહ દોષિત જાહેર થયો
આ કેસમાં વિવેકાનંદનગર પોલીસે મંજુલા શ્રોફ, હિતેન વસંત અને અનિતા દુઆ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. જેમાં પોલીસ ધરપકડ ન કરે માટે તે માટે ત્રણેયે ગ્રામ્ય કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. અરજીમાં બન્ને પક્ષકારો તરફથી દલીલો પુરી થઇ ગઇ હતી. કોર્ટે આજે ચુકાદો આપ્યો છે. આ સમગ્ર મામલે સરકાર તરફથી કોર્ટમાં મહત્વની દલીલો કરવામાં આવી હતી કે આ કેસમાં જો આરોપીઓને આગોતરા જામીન આપવામાં આવે તો તેઓ કેસને નબળો પાડે તેવી શક્યતાઓ છે. ઉપરાંત બાળકોના ભવિષ્યની વાત છે માટે તપાસમાં આરોપીઓને સાથે રાખવા પણ જરૂરી છે.
સુરત આગકાંડમાં ઉચ્ચ અધિકારીઓ સામે તપાસ ન થાય, તો પરિવારજનોએ ઉગ્ર આંદોલનની ચીમકી આપી
આરોપીઓ શાળાનાં સંચાલકો છે અને તે પહેલાંથી જ તપાસમાં સહકાર આપી રહ્યા નથી. તેઓ ઘણાં જ સધ્ધર છે. તેથી આગોતરા જામીન મેળવી આ કેસને નબળો પાડે તેવી શક્યતા છે. આરોપીઓએ રાજ્ય સરકારની નકલી એનઓસી CBSEમાં રજૂ કરી શાળના માન્યતા મેળવી છે. જેમાં ત્રણે આરોપીઓએની ધરપકડ થાય તેમ છે માટે તમામે ધરપકડ થી બચવા માટે કોર્ટનું શરણું લીધું છે. જો કે નીચલી કોર્ટે આગોતરા અરજી ફગાવતા આગામી દિવસમાં હાઇકોર્ટમાં આગોતરા જામીન મેળવા માટે અરજી કરવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube