ધવલ પારેખ, નવસારીઃ નવસારી જિલ્લાની બીમીમોરા નગરપાલિકા ફરી વિવાદમાં આવી છે. અહીં ગાયકવાડ મીલ ચાલ નજીકના દલિત સમાજના સ્મશાન ગૃહમાંથી ગેરકાયદેસર રીટે માટી ખોદતા વિવાદ શરૂ થયો છે. માટી ખોદ્યા બાદ સ્મશાનમાંથી દલિત સમાજના પૂર્વજોના અવશેષો મળતા મામલો ગંભીર બન્યો હતો. પાલિકાએ 30થી વધુ ટ્રક ભરીને માટી ખોદી અને નવા પાર્ટી પ્લોટમાં તેનો ઉપયોગ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. પરંતુ આ દરમિયાન એક વ્યક્તિએ આત્મવિલોપનનો પ્રયાસ કરતા મામલો ઉગ્ર બની ગયો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દલિત સમાજમાં નારાજગી
સ્મશાન ગૃહમાંથી માટી ખોદવામાં આવતા સમાજના લોકોમાં નારાજગી જોવા મળી હતી. આ માટે ખોદવાનો પેટા કોન્ટ્રાક્ટ બીલીમોરા પાલિકાના શાસક પક્ષના નેતા હરીશ ઓડે લીધો હોવાનું બહાર આવ્યું હતું. ગાયકવાડ મીલના સ્થાનિલ અને દલિત સમાજના આગેવાનોએ બીલીમોરા નગર પાલિકાના ચીફ ઓફિસરને આવેદનપત્ર આપ્યું છે. દલિત સમાજે ખોદવામાં આવેલી માટી પરત લાવી પુરાણ કરવાની માંગ કરી છે. 


આ પણ વાંચોઃ નેશનલ હાઈવે પર રણોદ્રા પાસે કાર કૂદીને બીજી લેનમાં ટ્રક સાથે અથડાઈ, 5 લોકોનો બચાવ


ચીફ ઓફિસર અને પોલીસની હાજરીમાં આત્મવિલોપનનો પ્રયાસ
આ દરમિયાન ભાજપ નગર સેવકના પતિએ પાલિકા પ્રમુખ, ચીફ ઓફિસર અને પોલીસની હાજરીમાં પેટ્રોલ છાંટી આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. આ વ્યક્તિ પેટ્રોલ છાંટી રહ્યો હતો ત્યારે બીલીમોરાના પીએસઆઈ પઢેરીયાની આંખમાં ઉડ્યું હતું. તેમણે જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી ચીફ ઓફિસરની ચેમ્બર બહાર બેસી રહેવાની ચેતવણી આપી હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube