ઝી બ્યૂરો, અમદાવાદઃ ગુજરાતમાં દુહા-છંદના બદલે ડાયરામાં ગુજ્યું 'બેલા ચાઓ'..નાચી નાચીને પાગલ થઈ ગયા લોકો! શ્રોતાઓની ફરમાઈશ પર કલાકારે બેલા ચાઓ ગીત રજૂ કર્યું અને શ્રોતાઓ ઝૂમી ઉઠ્યા.એક કાર્યક્રમમાં તેની ફરમાઈશ મળી અને ગીત રજૂ કરતા તે વાયરલ થઈ ગયું છે. દેસી બેલા ચાઓ લોકોની પસંદ બની ગયું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મની હાઈસ્ટની પાંચમી સિઝનનનો પહેલો ભાગ રિલીઝ થતાની સાથે જ લોકપ્રિય થયો છે. અને તેને ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યું છે. જાણે તેનો જાદૂ માથે ચડીને બોલતો હોય તેવું લાગી રહ્યું છે. જેનો પુરાવો નવસારીમાં આયોજિત એક ડાયરામાં મળ્યો. જ્યાં શ્રોતાઓની ફરમાઈશ પર કલાકારે બેલા ચાઓ ગીત રજૂ કર્યું અને શ્રોતાઓ ઝૂમી ઉઠ્યા.

 




વીડિયો જોઈ એક ચાહકે કોમેન્ટમાં લખ્યુંકે, વિદેશીઓ પણ આ વીડિયો જોઈને ટોક્યોનું નામ પોરબંદર, નાયરોબીનું નામ નર્મદા, મોસ્કોનું નામ મહેસાણા, રિયોનું નામ સુરેન્દ્રનગર અને બર્લિનનું નામ બાબરા કરી નાંખશે ભાઈ...


શું છે બેલા ચાઓ?
મની હાઈસ્ટ નામની વેબ સીરિઝમાં આ ગીત આવે છે. જે એક વિરોધ લોકગીત છે. 19મી સદીના અંતમાં તે પાછું ચલણમાં આવ્યું હગતું. જ્યારે ખેતરમાં કામ કરતી મહિલા શ્રમિક તેને પોતાની કઠણાઈઓનું વર્ણન કરવા માટે ગાતી હતી,