અર્પણ કાયદાવાલા/અમદાવાદ: રોડ, ગટર, પાણી અને સફાઇ જેવી પ્રાથમીક જરૂરીયાતની સેવાઓ પુરી પાડતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફરી એકવાર નવો એક અનોખો પ્લાન્ટ કાર્યરત કરવામાં આવ્યો છે. વેસ્ટ માંથી બેસ્ટ કન્સેપ્ટ હેઠળ એએમસીએ સુઅરેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી નિકળતા સ્લજને વૈજ્ઞાનીક પધ્ધતીથી ખાતરમાં રૂપાંતરીત કરવાનો પ્રોજેક્ટ કાર્યરત કરી દીધો છે. એએમસીનો આ પ્લાન્ટ દેશનૌ સૌથી પ્રથમ આ પ્રકારનો પ્લાન્ટ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રૂ. 30 કરોડનો ખર્ચ, સંપૂર્ણ ઓટોમેટીક પ્લાન્ટ, ભાભા એટોમીક રિસર્ચ સેન્ટરની મદદ, વેસ્ટમાંથી બેસ્ટ કન્સેપ્ટ હેઠળ શરૂ થયો પ્લાન્ટ. આ પ્રાથમીક માહિતી છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને શરૂ કરેલા દેશના સૌપ્રથમ સ્લજ હાઇજીનાઝેશન પ્લાન્ટની.. શહેરના પીરાણા વિસ્તારમાં આવેલો પ્લાન્ટ અનોખી વૈજ્ઞાનીક પધ્ધતીથી વેસ્ટમાંથી બેસ્ટ કન્સેપ્ટ હેઠળ કાર્યરત કરાયો છે. શહેરભરમાં આવેલા મ્યુનિસિપલ કોર્પોરેશનના સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં ડ્રેનેજના દૂષિત પાણીને પ્રોસેસ કર્યા બાદ જે રજકણો નિકળે છે, તેને મોટાપ્રમાણમાં એકઠી કરાય છે. જે સ્લજ તરીકે ઓળખાય છે. આ સ્લજને પીરાણા સ્થીત આ પ્લાન્ટમાં લાવવામાં આવે છે. અને તે બાદ શરૂ થાય છે સમગ્ર અત્યાધુનિક પ્લાન્ટની પ્રક્રીયા...


એસટીપી માંથી નિકળતા સ્લજને આ પ્લાન્ટમાં લાવ્યા બાદ સંપૂર્ણ ઓટોમેટીક પધ્ધતીથી ખાસ ચેમ્બરમાં ઠાલવવામાં આવે છે. જે બાદ આ અત્યાધુનિક સિસ્ટમ દ્વારા વૈજ્ઞાનીક પ્રોસેસ કરાય છે. જેથી વેસ્ટ ગણાતો સ્લજ રેડીએશનનની મદદથી બેસ્ટ બનવા તરફ આગળ વધે છે. ભાભા એટોમીક રીસર્ચ સેન્ટરની રેડીએશન સંબંધી તમામ મદદ દ્વારા આ પ્લાન્ટમાં કોબાલ્ટ સિક્સ્ટી ગામા રેડીએશન પ્લાન્ટ શરૂ કરાયો છે. જેમાં ઇરેડીએશન અને બાયોએનપીકે એમ બન્ને ટેકનોલોજીનો સમન્વય કરાયો છે.


જંગલ છોડવાના આદેશના વિરોધમાં આદિવાસીઓની રેલી, પોલીસ સાથે થઇ ખેચતાણ 

આગામી દિવસોમાં ખાતરને વેચવા અંગેની મંજૂરી મળ્યા બાદ પ્લાન્ટને તેની સંપૂર્ણ ક્ષમતા મુજબ કાર્યરત કરી દેવામાં આવશે.
 મહત્વનું છેકે રેડીએશન એ સૌથી મહત્વનું પરીબળ હોવાથી ભાભા રીર્સચ સેન્ટરના ખાસ અધિકારીને પણ અહીયા ડેપ્યુટેશન પર મૂકવામાં આવ્યા છે. જે પોતાની ટીમ સાથે આ મહત્વના પ્લાન્ટમાં રેડીએશનની અસર, તેની તિવ્રતા અને કામ કરતા કર્મચારીઓ પર તેના પ્રભાવ અંગેની વિસ્તૃત દેખરેખ રાખે છે. કારણકે માનવીના શરીર પર રેડીએશનની વધુ અસર થાય તો તેનું ગંભીર પરીણામ ભોગવવુ પડે છે.


[[{"fid":"205478","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"AHM-Corp.jpg","field_file_image_title_text[und][0][value]":"AHM-Corp.jpg"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"AHM-Corp.jpg","field_file_image_title_text[und][0][value]":"AHM-Corp.jpg"}},"link_text":false,"attributes":{"alt":"AHM-Corp.jpg","title":"AHM-Corp.jpg","class":"media-element file-default","data-delta":"1"}}]]


કોંગ્રેસની સ્ક્રીનીંગ સમીટીની બેઠક: હાર્દિક, જીજ્ઞેશ અને અલ્પેશ આ સીટ પરથી લડી શકે છે ચૂંટણી


નોંધનીય છેકે આ પહેલા એએમસીએ આવી જ રીતે વેસ્ટમાંથી બેસ્ટ કન્સેપ્ટ હેઠળ સુઅરેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી નિકળતા ગેસને બાયોગેસમાં રૂપાંતરીત કરવાનો પ્લાન્ટ પણ કાર્યરત કરી લીધો છે. ત્યારે એએમસીએ વધુ એક સફળ પ્રયોગ થકી સ્લજમાંથી ખાતર બનાવવાના પ્લાન્ટને કાર્યરત કરતા આગામી દિવસોમાં તંત્રને વધુ નાણાકીય આવક થશે.