Bhavnagar જઇ રહ્યા હો તો સાવધાન! જિલ્લામાં પ્રવેશતનાં પહેલા પોલીસ અને આરોગ્ય વિભાગની ટીમ કરશે સ્વાગત
* શહેર અને જીલ્લામાં વધતા કોરોના સંક્રમણને રોકવા તંત્ર સજ્જ
* જરૂર જણાય તેવા લોકોનો રેપીડ પણ ત્યાં જ કરવામાં આવી રહ્યો છે
* જીલ્લા આરોગ્યની ટીમ અને પોલીસ ટુકડી ખાસ ફરજમાં જોડાય
* જીલ્લાના પ્રવેશદ્વાર અધેલાઈ અને કેરીયાઢાળ ચેકપોસ્ટ પર રેપીડ ટેસ્ટ નો પ્રારંભ
* જીલ્લામાં આવતા તમામ મુસાફરોનું ટેમ્પરેચર ગનથી ટેસ્ટીંગ કરવામાં આવી રહ્યું છે
નવનીત દલવાડી/ભાવનગર: સમગ્ર રાજ્યમાં કોરોનાની બીજી લહેરના કારણે ફરી કોરોનાના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે, ત્યારે ભાવનગર જીલ્લા વહીવટી તંત્ર દ્વારા કોરોના સંક્રમણને રોકવા અગમચેતીના પગલા ભરવામાં આવી રહ્યા છે. જેમાં આજથી ભાવનગરના પ્રવેશદ્વાર સમી અધેલાઈ ચેકપોસ્ટ અને કેરીયાઢાળ ચેકપોસ્ટ પર ભાવનગર તરફ આવતા તમામ લોકોનું ટેમ્પરેચર ગનથી ચેકિંગ તેમજ જો જરૂર જણાય તેવા લોકોના રેપીડ ટેસ્ટ કરવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
પરિવારને લાગ્યું શંકાનું ગ્રહણ, પત્નીના આડા સંબંધના વહેમ પતિએ કર્યું આવું કામ
ભાવનગર શહેર અને જીલ્લામાં ફરી કોરોના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. જેમાં છેલ્લા ૨૦ દિવસમાં ૩૨૪ કોરોના પોઝીટીવ કેસો નોંધાતા તંત્રમાં દોડધામ મચી છે. ભાવનગર શહેર અને જીલ્લામાં વધતા જતા કોરોના સંક્રમણને રોકવા આજથી તંત્ર દ્વારા શહેરના પ્રવેશદ્વાર સમી બંને ચેકપોસ્ટ અધેલાઈ અને કેરીયાઢાળ પર ભાવનગર તરફ આવતા સરકારી બસો સહિતના વાહનોને રોકી તેમાં મુસાફરી કરેલા લોકોનું ટેમ્પરેચર ગનથી ટેસ્ટીંગ કરવામાં આવી રહ્યું છે, તેમજ જો જરૂર જણાય એવા લોકોનો રેપીડ ટેસ્ટ પણ ત્યાં કરવામાં આવી રહ્યો છે.
વિધવા મહિલાની છેડતી કરનાર અમરેલીના ડીકે પટેલને ભાજપે કર્યા સસ્પેન્ડ
જો કોઈ કોરોનાગ્રસ્ત જણાય તો તેને તાકીદે વધુ સારવાર માટે ભાવનગર સિવિલ અથવા માન્યતા પ્રાપ્ત હોસ્પિટલમાં સારવાર માટે મોકલી આપવામાં આવે છે. બંને ચેકપોસ્ટ પર ભાવનગર જીલ્લાની આરોગ્ય ટીમ ત્યાં ખાસ ફરજમાં જોડાય છે. ગત માર્ચ માસમાં પણ આ સમયે જ સ્થિતિ વણસી હતી. લોકો અન્ય શહેરોમાંથી પોતાના વતન પરત ફરતા ભાવનગર શહેર અને જીલ્લામાં કોરોનાના કેસોમાં વધારો થયો હતો ત્યારે હજુ કોરોનાની બીજી લહેરમાં કેસોમાં વધારો થવાનો પ્રારંભ થયો છે, ત્યાં જ તંત્રએ એલર્ટ બની ચેકપોસ્ટ પર પોલીસ કાફલો અને આરોગ્ય ટીમને તૈનાત કરી કોરોના સંક્રમણને રોકવાના પ્રયાસો હાથ ધર્યા છે. જયારે હાલ વાહનોમાં લોકો સોશિયલ ડિસ્ટન્સ જાળવીને મુસાફરી નથી કરતા તેવા દ્રશ્યો નજરે પડે છે, ત્યારે સરકારી વાહનો માં પણ લોકો સોશિયલ ડિસ્ટન્સ જાળવી મુસાફરી કરે તે જરૂરી બન્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube