ડાર્ક વેબસાઈટ પરથી ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડના ડેટા ચોરતી ગેંગથી સાવધાન
ક્રાઈમબ્રાંચે એક એવી ટોળકીને ઝડપી છે જે દુશ્મન દેશ સાથે મળીને પોતાના જ દેશના અર્થતંત્રને નુકસાન પહોંચાડી રહી છે. અને એમાં પણ હવે સાયબર ગેંગ નવી મોડસ ઓપરેન્ડી એકાઉન્ટમાંથી ના માત્ર રૂપિયા ખંખેરી લે છે પણ ઓનલાઈન શોપિંગ કરી સાયબર ક્રાઈમથી પણ બચવાનો કરે છે પ્રયાસ.અમદાવાદ ક્રાઈમબ્રાંચે ત્રણ શખ્સોની ધરપકડ કરી છે. આ ભેજાબાજોની લોકોના ખાતામાંથી બારોબાર રૂપિયા ખંખેરી લેવાની મોડસ ઓપરેન્ડી પોલીસને પણ વિચારતા કરી દે તેવી છે. ભારતના નાગરિક થઈને દુશ્મન દેશ પાકિસ્તાનના ભેજાબાજો સાથે મળી ભારતના જ અર્થતંત્રને આ ત્રણેય નુક્સાન પહોંચાડી રહ્યા છે એ પણ એકબીજા સાથે મુલાકાત કર્યા વગર.
અમદાવાદ : ક્રાઈમબ્રાંચે એક એવી ટોળકીને ઝડપી છે જે દુશ્મન દેશ સાથે મળીને પોતાના જ દેશના અર્થતંત્રને નુકસાન પહોંચાડી રહી છે. અને એમાં પણ હવે સાયબર ગેંગ નવી મોડસ ઓપરેન્ડી એકાઉન્ટમાંથી ના માત્ર રૂપિયા ખંખેરી લે છે પણ ઓનલાઈન શોપિંગ કરી સાયબર ક્રાઈમથી પણ બચવાનો કરે છે પ્રયાસ.અમદાવાદ ક્રાઈમબ્રાંચે ત્રણ શખ્સોની ધરપકડ કરી છે. આ ભેજાબાજોની લોકોના ખાતામાંથી બારોબાર રૂપિયા ખંખેરી લેવાની મોડસ ઓપરેન્ડી પોલીસને પણ વિચારતા કરી દે તેવી છે. ભારતના નાગરિક થઈને દુશ્મન દેશ પાકિસ્તાનના ભેજાબાજો સાથે મળી ભારતના જ અર્થતંત્રને આ ત્રણેય નુક્સાન પહોંચાડી રહ્યા છે એ પણ એકબીજા સાથે મુલાકાત કર્યા વગર.
Rajkot: કોરોના રિપોર્ટનો વેપાર કરનાર 2 ઠગની ધરપકડ, પોલીસ સફાળી જાગી
પાકિસ્તાની પાસેથી ખરીદી હતી ડાર્ક વેબસાઈટ
પાકિસ્તાનથી ડાર્ક વેબસાઈટનો ID, પાસવર્ડ મેળવ્યો હતો. ટેલિગ્રામ થકી કરાંચીના બે શખ્સના સંપર્કમાં આવ્યાં હતા. કરાંચીના જિયા મુસ્તફા અને સદામ પાસેથી ID અને પાસવર્ડ મેળવ્યાં હતાં. ID અને પાસવર્ડના બદલામાં ઓનલાઈન રૂપિયા આપ્યાં હતાં. ઓનલાઈન રૂપિયા આપી બીટકોઈન પણ ટ્રાન્સફર કર્યાં હતાં.
Rajkot: ચાર્જ સંભાળ્યાનાં પહેલા જ દિવસે મેયરે શું કર્યું, કેવો રહ્યો તેમનો દિવસ ?
સૌથી વધુ વિદેશી નાગરિકને બનાવતા નિશાન
ડાર્ક વેબસાઈટ પરથી ડેટા મેળવતાં હતાં. વિદેશી નાગરિકોના ક્રેડિટ-ડેબિટ કાર્ડના ડેટા મેળવતાં હતાં. કાર્ડના ડેટા લઈ લાખો રૂપિયાની ખરીદી કરતાં હતાં. ભારતીય ઓનલાઈન માર્કેટમાં ઓર્ડર કરતાં હતાં. અધૂરા સરનામા આપી ઓનલાઈન ઓર્ડર કરતાં હતાં. નજીકના સરનામે કુરિયર બોયને બોલાવતાં અને ઓનલાઈન આપેલો ઓર્ડર રિસીવ કરતાં હતાં. ઘણી વખત આરોપીઓ ઓનલાઈન બીટકોઈન પણ ખરીદતા હતાં. ઓનલાઈન ખરીદેલો સામાન સસ્તા ભાવે વેચતાં હતાં.
કચ્છમાં ફરી એકવાર 3 ની તિવ્રતાનો ધરતીકંપ નોંધાયો, કચ્છની ફોલ્ટ લાઇન સક્રિય
નવાઈની વાત તો એ છે કે આ ત્રણેય ભેજાબાજ એકબીજાને ત્રણ વર્ષથી ઓળખતા હતાં. પરંતુ હજુ સુધી એક વખત પણ મળ્યા નહોતા. ટેલીગ્રામની એપ્લિકેશન મારફતે છેલ્લા ત્રણ વર્ષથી પોતાનો ઠગાઈનો કાળો કારોબાર ચલાવતા હતાં. ત્રણેય આરોપીઓ ઉચ્ચ શિક્ષિત હોવાનું પણ સામે આવ્યું છે. પોલીસે માસ્ટર માઈન્ડ પાસેથી 200 જેટલા સીમકાર્ડ કબજે કર્યા છે. સાથે જ ત્રણેયે ભેગા મળી કરોડો રૂપિયાની ઠગાઈ કરી ઓનલાઈન શોપિંગ કર્યાનું પણ સામે આવ્યું છે. ત્રણેય આરોપીઓની મુલાકાત ક્રાઈમ બ્રાંચ માંજ થઇ હોવાનું જાણીને પોલીસ પણ ચોકી ઉઠી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube