ગાંધીનગરઃ આજના ડિજિટલ યુગમાં સાયબર ફ્રોડની ઘટનાઓ સતત વધી રહી છે. લોકોની એક નાની ભૂલ બેંક એકાઉન્ટ ખાલી કરાવી શકે છે. સાયબર ફ્રોડ કરનારા લોકોને છેતરવા માટે નવી-નવી ટ્રિક અજમાવી રહ્યાં છે. અનેક લોકો પોતાની મહા મહેનતની કમાણી ગુમાવી દેતા હોય છે. સરકાર અને પોલીસ વિભાગ દ્વારા પણ લોકોને સાવચેતી રાખવા માટે જણાવવામાં આવે છે. હવે સાયબર ફ્રોડની એક નવી ટેકનિકથી લોકોને સાવચેત રહેવાની સલાહ આપી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાત પોલીસે લોકોને આપી સલાહ
સાયબર ફ્રોડ કરતા લોકો દ્વારા છેતરપિંડી માટે નવા-નવા કીમીયા અજમાવવામાં આવતા હોય છે. આ લોકો ઓનલાઈન છેતરપિંડી કરવા માટે નવી-નવી ટ્રિક દ્વારા લોકોને ફસાવતા હોય છે. સાયબર ફ્રોડની નવી ટેકનિકથી લોકો જાગૃત રહે તે માટે ગુજરાત પોલીસે લોકોને ખાસ સૂચના આપી છે.


ગુજરાત પોલીસે પોતાના એક્સ હેન્ડલ પર એક ઈમેજ શેર કરી છે. આ ઈમેજમાં લોકોને સાયબર ફ્રોડની નવી ટેકનિકથી સાવધાન રહેવાનું જણાવ્યું છે. ગુજરાત પોલીસે આ નવા ફ્રોડથી બચવા માટે લોકોએ શું કરવું તેની ખાસ સલાહ આપી છે. એટલે જો તમારા મોબાઈલ પર પણ આવું કંઈ શંકાસ્પદ જોવા મળે તો તમારે ખાસ ધ્યાન રાખવું જરુરી છે. બાકી ગણતરીની સેકેન્ડમાં તમારૂ બેંક એકાઉન્ટ ખાલી થઈ શકે છે.



ગુજરાત પોલીસે લોકોને આપી સલાહ
ગુજરાત પોલીસે જણાવ્યું કે જો અજાણ્યા ખાતામાંથી તમારા ખાતામાં પૈસા આવે તો તત્કાલ ચેક ન કરો, થોડી રાહ જુઓ.


આવા કિસ્સામાં પહેલીવાર ખોટો પીન નંબર નાખી તમારૂ બેંક બેલેન્સ ચેક કરો અને બીજીવારના પ્રયાસમાં સાચો પીન નાખો.


જો તમારા ખાતામાં અજાણ્યા ખાતામાંથી પૈસા જમા થવાનો મેસેજ આવે અને તમે તત્કાલ સાચો પીન નાખીને ચેક કરશો તો સાયબર ફ્રોડનો ભોગ બની શકો છો. આ કિસ્સામાં તમારૂ બેંક એકાઉન્ટ ખાલી થઈ શકે છે.


આ નંબર પર કરો ફરિયાદ
જો તમે પણ કોઈપણ જાતના સાયબર ફ્રોડનો શિકાર બનો છો કે તમારા ખાતામાંથી પૈસા જતાં રહ્યાં છે તો તમે સીધા 1930 નંબર પર ફરિયાદ કરી શકો છો. આ ગુજરાત પોલીસના સાયબર ક્રાઇમ વિભાગના હેલ્પલાઇન નંબર છે.