સમીર બલોચ, અરવલ્લી: યાત્રાધામ શામળાજી ખાતે ભાદરવી પૂર્ણિમાના પ્રથમ દિવસથી શરૂ થતા શ્રાદ્ધ પક્ષમાં ભગવાન શામળિયાના દર્શન કરવા વહેલી સવારથી ભક્તો ઉમટયા હતા. હજારો ભક્તોએ ભગવાન શામળાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાદરવી પૂર્ણિમાએ જગદ જનની મા અંબાનો પ્રાગટ્ય દિવસ ઉજવાય છે. આ દિવસે લાખ્ખો માઈ ભક્તો માના ચરણોમાં શિષ ઝુકાવવા ચાલીને અંબાજી જાય છે. ત્યારે યાત્રાધામ શામળાજી ખાતે પણ ભાદરવી પૂર્ણિમાએ ચાલીને આવી દર્શન કરવાનું અનેરું મહત્વ છે. સામાન્ય રીતે ભાદરવા સુદ પૂર્ણિમા એટલે શ્રાદ્ધ પક્ષનો પ્રથમ દિવસ ગણવામાં આવે છે.


આ પણ વાંચો:- યુવાનને મૂઢ માર મામલે મહેસાણાના બજારો સ્વયંભૂ બંધ, પોલીસ કાફલો ખડકી દેવાયો


શ્રાદ્ધ પક્ષમાં પિતૃઓના મોક્ષ માટે ભગવાન વિષ્ણુની પૂજા અર્ચનાનું વિશેષ મહત્વ ગણાય છે. એટલે ભાદરવી પૂર્ણિમાએ યાત્રાધામ શામળાજી ખાતે હજારો ભક્તો ચાલીને મોડી રાતથી જ યાત્રાધામ ખાતે આવ્યા હતા. ત્યારે મોડી રાતથી ભક્તોનું ઘોડાપુર મંદિર પરિસરમાં એકઠું થયું હતું અને વહેલી સવારે મંદિર ખુલતાની સાથે ભગવાન શામળાજીના દર્શન માટે લાઈનમાં જોડાયા હતા.


આ પણ વાંચો:- સરદાર સરોવર ડેમ છલકાવવાની તૈયારીમાં, મહત્તમ સપાટીથી 70 સે.મી. બાકી


ભગવાન શામળાજીના દર્શન કરી પિતૃઓના મોક્ષ માટે પ્રાર્થના કરી હતી. અહીં પગે ચાલીને આવતા ભક્તો માટે રસ્તામા વિસામાઓ નું પણ આયોજન કરાયું હતું. જ્યારે ભક્તોન ધસારાને ધ્યાને રાખી મંદિર પણ તેના નિયત સમય કરતા એક કલાક વહેલું ખોલવામાં આવ્યું હતું ત્યારે આજે ભાદરવી પૂર્ણિમાએ શામળાજી ખાતે એક લાખ કરતા વધુ ભક્તો ભગવાન ના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.


જુઓ Live TV:- 


ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...