Bharat Bandh : શાંત ગુજરાતમાં કોંગ્રેસનો કાંકરીચાળો, અનેક કાર્યકર્તાઓની અટકાયત, અનેક નજરકેદ
ભારત બંધ (Bharat Bandh) ની અસર ગુજરાતમાં નહિવત જોવા મળી છે. લગભગ મોટાભાગના માર્કેટ યાર્ડે પોતાનું કામકાજ ચાલુ રાખ્યું છે. રોજની જેમ ખેડૂતો એપીએમસીમાં ખેતપેદાશો ખરીદવા અને વેચવા આવી રહ્યાં છે. તો કેટલાક ખેડૂત સંગઠનો શાંતિપૂર્ણ રીતે બંધને આહવાન આપી રહ્યાં છે. પરંતુ ગુજરાત કોંગ્રેસ (gujarat congress) દ્વારા વિરોધ પ્રદર્શન કરીને ગુજરાતની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ગુજરાતભરમાં ઠેરઠેર કોંગ્રેસના કાર્યકર્તાઓ રસ્તા પર ઉતરી આવ્યા છે. વિરોધ પ્રદર્શનો દ્વારા ભારત બંધને સમર્થન આપી રહ્યાં છે. આમ, શાંત ગુજરાતમાં કોંગ્રેસ કાંકરીચાળો કરવાનું પ્રયાસ કરી રહ્યાં છે. જેને પગલે પોલીસ એક્શનમાં આવી છે, અને વિરોધ કરનારા કાર્યકર્તાઓની અટકાયત કરાઈ છે. તો અનેક લોકોને નજરકેદ કરાયા છે, જેથી ગુજરાતની શાંતિ વધુ ડહોળાઈ નહિ.
ઝી મીડિયા/બ્યૂરો :ભારત બંધ (Bharat Bandh) ની અસર ગુજરાતમાં નહિવત જોવા મળી છે. લગભગ મોટાભાગના માર્કેટ યાર્ડે પોતાનું કામકાજ ચાલુ રાખ્યું છે. રોજની જેમ ખેડૂતો એપીએમસીમાં ખેતપેદાશો ખરીદવા અને વેચવા આવી રહ્યાં છે. તો કેટલાક ખેડૂત સંગઠનો શાંતિપૂર્ણ રીતે બંધને આહવાન આપી રહ્યાં છે. પરંતુ ગુજરાત કોંગ્રેસ (gujarat congress) દ્વારા વિરોધ પ્રદર્શન કરીને ગુજરાતની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ગુજરાતભરમાં ઠેરઠેર કોંગ્રેસના કાર્યકર્તાઓ રસ્તા પર ઉતરી આવ્યા છે. વિરોધ પ્રદર્શનો દ્વારા ભારત બંધને સમર્થન આપી રહ્યાં છે. આમ, શાંત ગુજરાતમાં કોંગ્રેસ કાંકરીચાળો કરવાનું પ્રયાસ કરી રહ્યાં છે. જેને પગલે પોલીસ એક્શનમાં આવી છે, અને વિરોધ કરનારા કાર્યકર્તાઓની અટકાયત કરાઈ છે. તો અનેક લોકોને નજરકેદ કરાયા છે, જેથી ગુજરાતની શાંતિ વધુ ડહોળાઈ નહિ.
ભારત બંધને પગલે ગુજરાતનું જનજીવન રાબેતા મુજબ સવારથી ચાલુ છે. પરંતુ કોંગ્રેસના અને એનએસયુઆઈના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરીને ચાલુ બજારો બંધ કરાવવામાં આવી રહ્યાં છે. રાજકોટ રાજનગર ચોક ખાતે NSUI ના કાર્યકર્તાઓએ દુકાનો બંધ કરાવી હતી. દુકાનના શટર પાડી NSUI ના કાર્યકર્તાઓ દ્વારા બંધ પડાવવામાં આવ્યું હતું. આમ, લોકોની ખુલ્લી દુકાનો બંધ કરાવીને NSUI ભારત બંધને સમર્થન આપવા માટે મેદાને આવ્યું છે.
અમરેલીમાં પરેશ ધાનાણીની અટકાયત
અમરેલીમાં વિપક્ષના નેતા પરેશ ધાનાણી શહેરના વેપારીઓને બંધ રાખવાની વિનંતી સાથે રસ્તા પર નીકળી પડ્યા હતા. ત્યારે શરૂઆતમાં પરેશ ધાનાણીની અટકાયતનો પ્રયાસ નિષ્ફળ બન્યો હતો. પરેશ ધાનાણી અને પોલીસ વચ્ચે તું તું મેં મેં સર્જાઈ હતી. ત્યારે કેટલાક કોંગી કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી. ત્યારે આ વચ્ચે પરેશ ધાનાણી પોતાનુ સ્કુટર લઈને પોલીસ કાફલાની વચ્ચેથી નીકળી જતા પોલીસ જોતી રહી ગઈ હતી.
અમરેલી શહેરમાં પોલીસ અને પરેશ ધાનાણી વચ્ચે પકડા પકડી જેવો માહોલ સર્જાયો હતો. પરેશ ધાનાણી આગળ અને પોલીસ પાછળ તેવા ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. આખરે જીવરાજ મહેતા ચોકમાંથી પોલીસે પરેશ ધાનાણીની અટકાયત કરી હતી.