મને પેટલાદ બેઠક પરથી ચૂંટણી લડવાની ઓફર હતી, પણ મેં સામેથી ચૂંટણી લડવાનો ઈનકાર કર્યો: ભરતસિંહ સોલંકી
Gujarat Election 2022: આંકલાવમાં ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, મને પેટલાદ બેઠક પરથી ચૂંટણી લડવાનું કીધું હતું પણ મેં ના પાડી. જેથી આખા ગુજરાતમાં ફરીને ગઈ વખતે જે સીટો ખૂટી હતી તે ના ખૂટે તે માટે પ્રયાસ કરીશ.
Gujarat Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ ચૂકી છે. ત્યારે કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીએ એક નિવેદન આપીને ખળભળાટ મચાવ્યો છે. કોંગ્રેસના સિનિયર નેતા ભરતસિંહ સોલંકીએ ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડવાની તૈયારી દર્શાવી હતી. ત્યારબાદનું આ નિવેદન ચર્ચાનું વિષય બન્યું છે. આંકલાવમાં ભરતસિંહ સોલંકીએ આ નિવેદન આપ્યું છે.
આંકલાવમાં ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, મને પેટલાદ બેઠક પરથી ચૂંટણી લડવાનું કીધું હતું પણ મેં ના પાડી. જેથી આખા ગુજરાતમાં ફરીને ગઈ વખતે જે સીટો ખૂટી હતી તે ના ખૂટે તે માટે પ્રયાસ કરીશ. ગુજરાતમાં કૉંગ્રેસના શાસન માટે પ્રયાસ કરીશ.
આણંદના આંકલાવમાં ભરતસિંહ સોલંકીએ વધુમાં જણાવ્યું હતું કે, મને પેટલાદ બેઠક પરથી ચૂંટણી લડવાની ઓફર હતી. પરંતુ મેં સામેથી પેટલાદ બેઠક પરથી ચૂંટણી લડવાનો ઈનકાર કર્યો. આખા ગુજરાતમાં હવે કોંગ્રેસના શાસન માટે પ્રયાસ કરીશ. 2017માં જે સીટો ખૂટી હતી તે ના ખૂટે તેવો પ્રયાસ કરીશ.
આ પણ જુઓ વીડિયો:-
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube