ઝી બ્યુરો/અમદાવાદ: ધુળેટીનો તહેવાર ગુજરાત માટે ખરાબ સાબિત થયો છે. અમદાવાદના સોલામાં વધુ એક અકસ્માત થયો છે, BMW અને અન્ય કાર વચ્ચે અકસ્માત થયો છે. અકસ્માતને પગલે લોકોનાં ટોળેટોળા ઉમટી પડ્યા છે. અગાઉ આ જગ્યાએ હિટ એન્ડ રનની ઘટના બની હતી. જ્યારે અન્ય એક અકસ્માતની ઘટનામાં ભરૂચના જુના બ્રિજ પર અકસ્માત થયો છે. જેમાં ટેમ્પોમાં પાછળ ઉભેલા લોકો એંગલ સાથે ટકરાયા છે અને બ્રિજ પર એંગલ સાથે ટકરાતા 3 લોકોના મોત નિપજ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભરૂચના જુના સરદાર બ્રિજ પર અકસ્માતના કારણે ત્રણ લોકોના મૃત્યુ થયા છે. બોલેરો ચાલકને રસ્તામાં લોખંડની એંગલ ન દેખાતા અકસ્માતનો બનાવ બન્યો હતો. આ ઘટનામાં ગાડીમાં સવાર પાંચ લોકોમથી બે વ્યક્તિના ઘટના સ્થળે જ મોત થયું હતું, જ્યારે એકનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. બે ઈજાગ્રસ્તો હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.


બોલેરોમાં સવાર પરિવાર વડોદરાથી સુરત જઈ રહ્યો હતો ત્યારે ચાલકને બ્રિજ પર લોખંડની એંગલ ન દેખાવાના કારણે અકસ્માત સર્જાયો હતો. લોખંડની એંગલના કારણે કારમાં સવાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. જે લોકોની સારવાર ચાલી રહી છે તેઓની હાલત પણ ગંભીર હોવાનું જાણવા મળે છે.


અમદાવાદમાં ફરી BMW વાળી થતાં રહી ગઈ
અમદાવાદના સોલામાં મોડી રાત્રે વધુ એક અકસ્માત થયો છે. અગાઉ આ જગ્યાએ જે હિટ એન્ડ રનની ઘટના બની હતી. તે જ જગ્યાએ BMW અને અન્ય કાર વચ્ચે અકસ્માત થયો છે. અકસ્માતને પગલે લોકોનાં ટોળેટોળા ઉમટી પડ્યા હતા.