ભરૂચ : જાગ્યા ત્યાંથી સવાર. આ કહેવત હવે ભરૂચના ધારાસભ્યો એ સાર્થક કરી છે. ભરૂચને ભોપાલ બનતું અટકાવવા માટે અહીંના ધારાસભ્યોએ દહેજના રહિયાદ ખાતે આવેલ ટીડીઆઈ પ્લાન્ટ બાબતે લાલ આંખ કરી છે. ભરૂચ જીએનએફસી અને દહેજ ખાતે આવેલ જીએનએફસી નો ટીડીઆઈ પ્લાન્ટ ફરી એક વાર વિવાદ માં આવ્યો છે. ભરૂચના ત્રણે ધારાસભ્યો દ્વારા મુખ્યમંત્રીને જીએનએફસી માં ચાલતી અધિકારીઓની મનસ્વી નીતિના કારણે આવનાર સમયમાં ભરૂચમાં મોટી હોનારત સર્જાઈ શકે છે તેમજ ઉત્પાદિત થયેલ માલ બજારમાં વેચાણ કરવામાં જે વિલંબ થઇ રહ્યો હોઈ તે બાબતે રજૂઆત કરવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેતન ઇનામદાર મુદ્દે જિલ્લા ભાજપ પ્રમુખે કહ્યું બેઠક સફળ, રાજીનામું પરત ખેંચાશે


ભરૂચમાં કેટલાયે વર્ષોથી આગવું નામ ધરાવતી કંપની એ રાજ્યસરકારનું સાહસ એટલે જીએનએફસી. યુરિયા ખાતર, તેમજ અન્ય કેમીકલો જેની બજારમાં પણ ખુબ જ માંગ હોઈ તેનું ઉત્પાદન કરવામાં આવે છે. પરંતુ છેલ્લા કેટલાયે સમય થી જીએનએફસીનો ગ્રાફ નવા એમડીના આવવાથી નીચો ગયો હોવાની રજૂઆતો ભરૂચ ના ભાજપાના જ પ્રતિનિધિ મંડળે મુખ્યમંત્રીને કરતા સમગ્ર મામલો ગરમાયો છે. વાગરાના ધારાસભ્ય દ્વારા દહેજ ખાતે આવેલ ટીડીઆઈ પ્લાન્ટમાં ઉતાળં કરેલ ફોસજીન ગેસના સ્ટોરેજ બાબતે રજૂઆત કરવામાં આવી હતી.


મોડાસા દુષ્કર્મ: યુવતીનાં PM રિપોર્ટમાં ચોંકાવનારા ખુલાસા, કાચાપોચા ન વાંચે


તો ભૂતકાળમાં જીએનએફસીમાં આવેલ નીમ પ્રોજેક્ટ જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નું સ્વપ્ન હતું તેમાં પણ હાલના એમડીની મનસ્વી નીતિના કારણે મોટા પાયે નુકસાન હોવાની ઉગ્ર રજૂઆત ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ દ્બારા જીએનએફસીની સામાન્ય સભામાં કરી હતી.નીમ પ્રોજેક્ટ બંધ થવાના કારણે જે મહિલાઓને રોજગાર મળતો હતો જે મહિલાઓ અને સખી મંડળો લીંબોડી એકત્ર કરતી હતી તે તમામ મહિલાઓ આજે બેરોજગાર બની છે. તો નીમ પ્રોજેક્ટમાં ઉત્પાદિત કરાયેલ ૧૧ લાખ થી વધુ સાબુ, શેમ્પુ તેમજ અન્ય ચીજ વસ્તુઓ ગોડાઉનમાં જ ધૂળ ખાતી હોવાનું પણ ધારાસભ્ય શ્રીએ કબુલ્યું હતું. તેવી પરિસ્થિતિ દહેજના ટીડીઆઈ પ્લાન્ટમાં એકત્ર થયેલ ફોસજીન લીકવીડ ગેસની હોવાથી ભરૂચને ભોપાલ બનતું અટકાવવાનું જરૂરી છે અને સરકારે આ બાબતે ચોક્કસથી સકારાત્મક પગલાં લેવા જરૂરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube