ભરત ચુડાસમા/ ભરૂચ: દહેજ ગ્રીન ફીલ્ડ કેમિકલ્સ કોમ્પ્લેક્સમાં આવેલી SRF કંપનીના C-2 પ્લાન્ટમાં સલ્ફયુરિક એસિડની ટેન્કમાં પ્રેશર વધી જતાં બ્લાસ્ટ થતા એસિડનાં ઉડેલા ફુવારાથી ગંભીર રીતે દાઝેલા 3 કર્મચારીઓ પૈકી 1 નું મોત થયું છે. જ્યારે 2 કામદારોને વધુ સારવાર માટે વડોદરાની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દહેજ ઔદ્યોગિક વસાહતમાં આવેલી SRF ઈન્ડસ્ટ્રીઝમાં સોમવારે રાતે કંપનીના સી-2 પ્લાન્ટમાં રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પ્રેસર વધી જતાં સલ્ફ્યૂરિક એસિડ ટેન્કમાંથી વછૂટયુ હતું. દહેજની SRF કંપનીના સી-2 પ્લાન્ટમાં સોમવારે રાસાયણિક પ્રક્રિયા ચાલી રહી હતી. તે વેળાં સલ્ફ્યુરિક એસિડના ટેન્કમાં પ્રેસર વધી જતાં બ્લાસ્ટ સાથે સલ્ફ્યૂરિક એસિડ ફૂવારા સાથે લીક થયું હતું.


આ પણ વાંચો:- રાજ્યમાં ક્યારથી શરૂ થશે ધોરણ 6 થી 8 ના ઓફલાઈન વર્ગો, જાણો શિક્ષણ મંત્રીએ શું કહ્યું...


ફરજ પર પ્લાન્ટમાં કામ કરી રહેલા ઝુબેર રાણા, રાજેન્દ્ર પરમાર તેમજ બબન પ્રસાદ ગુપ્તા એસિડથી ગંભીર રીતે દાઝી ગયા હતા. મોઢા, ગળા, છાતીના ભાગે એસિડથી દાઝી ગયેલા ત્રણેય કામદારોને તાત્કાલિક સારવાર માટે ભરૂચની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં ઝુબેર રાણાનું સારવાર દરમિયાન મોત થયું હતું.


આ પણ વાંચો:- કેન્દ્રીય કૃષિમંત્રીએ કહ્યું- કુદરતી આફતથી ગુજરાતમાં સૌથી વધુ નુકસાન, ખેડૂત એકતા મંચના પ્રમુખે જાણો શું કહ્યું...


જ્યારે બબન ગુપ્તા અને રાજેન્દ્ર પરમારની હાલત વધુ ગંભીર થતા બન્નેને વડોદરાની ખાનગી હોસ્પિટલમાં વધુ સારવાર માટે ખસેડવાની તજવીજ હાથ ધરાઈ હતી. ઘટના અંગે દહેજ પોલીસ મથકે જાણ કરવામાં આવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. સેફટી એન્ડ હેલ્થ વિભાગ સાથે પોલીસે પણ તપાસ આરંભી છે.


આ પણ વાંચો:- રાજ્યમાં બે દિવસથી ગાયબ થયેલા વરસાદ અંગે શુ કહ્યું હવામાન વિભાગે... 


ઉલ્લેખનીય છે કે, SRF મલ્ટીનેશનલ કંપની છે. જે ફ્લોરોકાર્બન રેફ્રિજરેટન્ટ ગેસનું ઉત્પાદન કરે છે. દહેજ પ્લાન્ટમાં વાર્ષિક 50,000 મિલિયન ટન ફ્લોરોકાર્બન રેફ્રિજરન્ટ ગેસનું ઉત્પાદન કરાઈ છે. જેની ક્ષમતા વધુ 15000 MTPA કરવા 28 જુલાઈ એ જ રૂપિયા 550 કરોડના વિસ્તરણની જાહેરાત કરાઈ હતી. જે 2024 સુધીમાં કરવામાં આવનાર છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube