ભરત ચુડાસમા/ ભરૂચ: સાઉથ આફ્રિકામાં ગુજરાતી પરિવારને અકસ્માત નડ્યો છે. સાઉથ આફ્રિકાના ડરબન ટાઉન ખાતે ભરૂતની ફેમેલીની કારનો અકસ્માત સર્જાયો હતો. કાર અકસ્માતમાં પતિ પત્નીનું મોત થયું છે. જ્યારે નાની બાળકીનો આબાદ બચાવ થયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- ગરબા આયોજન મુદ્દે ડોકટરો સામે કરાઈ અભદ્ર ટિપ્પણી, કલાકારો જાહેરમાં માગશે માફી


ભરૂચના વાગરા તાલુકાના કોલવણાનો એક પરિવાર છેલ્લા 8-10 વર્ષથી સાઉથ આફ્રિકામાં સ્થાયી થયો હતો. કોલવણાના સાકીર પટેલ અને રોજમીના પટેલ રોજીરોટી અર્થે સાઉથ આફ્રિકા ગયા હતા. ત્યારે સાકીર પટેલ, તેની પત્ની રોજમીના પટેલ અને તેમની નાની દીકરી કારમાં સવાર હતા. તે દરમિયાન સાઉથ આફ્રિકાના ડરબન ટાઉન ખાતે તેમની કારનો અકસ્માત સર્જાયો હતો. આ કાર અકસ્માતમાં પતિ પત્નીનું મોત થયું છે જ્યારે નાની બાળકીનો આબાદ બચાવ થયો છે. 


આ પણ વાંચો:- પેટા ચૂંટણી: વિધાનસભાની 8 બેઠક પર કોંગ્રેસ ઉમેદવારના નામની આજે થઈ શકે છે જાહેરાત


ઉલ્લેખનીય છે કે, આ અગાઉ પણ સુરત જિલ્લાના બે યુવાનોનું ડરબન ખાતે કાર અકત્માતમાં મોત નિપજ્યું હતું. સુરત જિલ્લાના પાંચ યુવાનો કાર લઇને રોટ્સની બીચ ગયા હતા. જ્યાંથી પરત ડરબન જતા હતા તે દરમિયાન તેમની કારનો અકસ્માત નડ્યો હતો. આ કાર અકસ્માતમાં બે યુવાનો ના મોત થયા હતા. જ્યારે અન્ય બે યુવાનો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. આ અકસ્માતમાં મૃતક બંને યુવાનો સુરતના તડકેશ્વર ગામના હતા. જ્યારે અન્ય બે ઇજાગ્રસ્ત યુવાનો માંગરોળના નાની નારોલી ગામના હોવાનું સામે આવ્યું હતું.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube