ઝી ન્યૂઝ/વડોદરા: રાજ્યમાં કાળઝાળ ઉનાળામાં આગ લાગવાની ઘટનાઓ વધતી જઈ રહી છે. ત્યારે ભરૂચમાં મોડી રાત્રે દહેજની ઓર્ગેનિક કંપનીમાં રાસાયણિક પ્રક્રિયામાં બ્લાસ્ટ થતા 6 લોકોના મોત થયા હોવાની માહિતી મળી છે. બ્લાસ્ટથી વિકરાળ આગ ફાટી નીકળતા 6 કામદારો દાઝ્યા છે. મોડી રાત્રે સર્જાયેલી ઘટનામાં હજુ એક કામદારની શોધખોળ ચાલું હતી. બનાવ અંગે તાત્કાલિક જાણ કરાતા ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો અને તાત્કાલિક આગ પર કાબૂ મેળવવાની કામગીરી આરંભી દેવામાં આવી હતી. બીજી બાજુ ફેકટરી એન્ડ હેલ્થ વિભાગ અને પોલીસે તપાસ શરૂ કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું છે સમગ્ર ઘટનાની માહિતી
આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, ભરૂચના દહેજમાં ફરી એકવાર મોટી દુર્ઘટના સર્જાઈ છે, દહેજમાં મોડીસાંજે આવેલી ઓર્ગેનિક કંપનીમાં ભીષણ આગ લાગવાની ઘટના બની છે. આ ઘટનામાં ગંભીર રીતે દાઝી ગયેલા પાંચ કામદારોના કરૂણ મોત નિપજ્યા છે. સવારે વધુ એક કામદારનો મૃતદેહ મળી આવ્યો છે. મોડી રાત્રે બનેલી આ દુર્ઘટનામાં રાસાયણિક પ્રક્રિયા દરમિયાન મોટો ધડાકો થયો હતો અને તે પછી વિકરાળ આગ લાગી હતી. આ ઘટનામાં હજુ એક કામદારની શોધખોળ કરવામાં આવી રહી હતી. બનાવની જાણ થતાં પોલીસની ટીમ પણ ઘટના સ્થળ પર પહોંચી હતી અને જરૂરી તપાસ હાથ ધરવામાં આવી છે.


સુરતમાં અજીબોગરીબ હત્યાથી ચકચાર; વતન જવાની જીદમાં વહુએ સાસુને આપ્યું દર્દનાક મોત, વાંચો હચમચાવી નાંખે તેવો કિસ્સો


પ્લાન્ટમાં અડધીરાત્રે વિનાશક ધડાકો
આ દુર્ઘટના લગભગ રાત્રે 2 વાગ્યાની આસપાસ બની હતી, જેમાં મોટો ધડાકો થતા કામદારો ડરી ગયા હતા. જોકે, પાંચ કામદારો પ્લાન્ટમાંથી ભાગવામાં નિષ્ફળ રહ્યા હતા. આ પ્લાન્ટમાં ધડાકો એટલો મોટો હતો કે મોટો ભાગ કાટમાળમાં ફેરવાઈ ગયો હતો. ઘટના બાદ તાત્કાલિક આગ પર કાબૂ મેળવવાની કામગીરીની સાથે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.


દ્વારકામાં કેસરી ઝંડો સળગાવવા મુદ્દે સુન્ની મુસ્લિમ આમ જમાતનું મોટું નિવેદન; આ તેનો વ્યક્તિગત મામલો, મુસ્લિમ સમાજ ક્યાંય સંકળાયેલ નથી'


ફેકટરી એન્ડ હેલ્થ વિભાગ અને પોલીસે તપાસ શરૂ
આ ઘટનાની જાણ થતાં પોલીસની સાથે ઈન્ડસ્ટ્રીયલ હેલ્થ અને સેફ્ટીની ટીમ પણ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી. આ અકસ્માત સર્જાવાનું ચોક્કસ કારણ જાણવા માટે પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે. ત્યારે સવાલ એ થાય છે કે આગમાં 5 જિંદગી હોમાઈ તેના પાછળ જવાબદાર કોણ? રાસાયણિક પ્રક્રિયામાં કોની બેદરકારી? શું કંપનીમાં ફાયર સેફ્ટીની વ્યવસ્થા નહોતી? ક્યાં સુધી આવી રીતે આગમાં જિંદગીઓ હોમાશે? અગ્નિકાંડની તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહી થશે? જેવા અનેક સવાલો ચર્ચાઈ રહ્યા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube