ભરત ચૂડાસમા/ભરૂચ :આમોદ તાલુકાના કાંકરિયા ગામમાં 150થી વધુ આદિવાસીઓનું ધર્માતર કરવામાં આવ્યું હતું. ત્યારે આ કેસના તાર સુરત સાથે જોડાયા છે. પોલીસ તપાસમાં વધુ એક ખુલાસો થયો છે. ધર્માંતરણ કરાયેલા પરિવારના બાળકોને સુરતના મદરેસામાં અભ્યાસ અર્થે મોકલાયા હોવાનું બહાર આવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભરૂચ પોલીસને મદરેસાની તપાસમાં પુરાવા મળ્યાં  
આમોદના કાંકરિયા ગામે ધર્મપરિવર્તનનો મામલામાં ભરૂચ પોલીસની તપાસનો દોર સુરત સુધી પહોંચ્યો છે. પરિવારના બાળકોને સુરતના મદરેસામાં અભ્યાસ અર્થે મોકલાયા હોવાનું બહાર આવ્યું છે. સુરતના પલસાણા તાલુકાના મદરેસામાં બાળકોને મોકલાયા હોવાનો ઘટસ્ફોટ થયો છે. ત્યારે ભરૂચ પોલીસની એક ટીમે મદરેસા પર  પહોંચી તપાસ હાથ ધરી છે. પોલીસે મદરેસામાંથી પુરાવાઓ જપ્ત કર્યા છે. આજે સાંજે પોલીસ તપાસ અંગે ખુલાસો કરી શકે છે.


તો બીજી તરફ, કાંકરિયામાં મુસ્લિમ ધર્માંતરણના વિવાદ વચ્ચે ભરૂચ શહેરમાં હિન્દુઓને ઘર વેચી ચાલ્યા જવા પણ લાલચ અપાઈ હતી. હાથીખાના બજાર વિસ્તારમાં એક કરોડ પ્રતિ ઘર લેખે ઘર વેચી ચાલ્યા જવા ઓફર કરાઈ હોવાનું તપાસમાં ખુલાસો થયો છે. આ મામલે વિદેશથી પણ કોલ આવ્યા હતા. મેસેજ અને વોટ્સએપ કોલથી હિન્દુ લોકોને ઘર વેચવાની લાલચ અપાઈ રહી છે. 


આ પણ વાંચો : ગુજરાતનું ગૌરવ : લક્ઝુરિયસ કાર કરતા પણ મોંઘી છે ગુજરાતની આ ભેંસ 


આ કેસમાં સલાઉદ્દીન શેખ અને ઉમર ગૌતમે ફંડીંગ કર્યું
ભરૂચમાં ધર્માંતરણ કેસમાં વડોદરાના ધર્માંતરણ કેસના આરોપી સલાઉદ્દીન શેખ અને ઉમર ગૌતમે ફંડીંગ કર્યાનું સામે આવ્યું છે. વડોદરા એસ.ઓ.જી પોલીસની તપાસમાં આ અંગેનો ઘટસ્ફોટ થયો હતો. સલાઉદ્દીનની આફમી ચેરીટેબલ ટ્રસ્ટને વિદેશથી હવાલા મારફતે 80 કરોડનું ફંડ મળ્યું હતું. આરોપીઓએ ભરૂચના નબળા અને પછાત વર્ગના લોકોને ટાર્ગેટ કરી લાલચ આપી ધર્મપરિવર્તન કરાવ્યું હતું. અબ્દુલ્લા ફેફડાવાલા, સલાઉદ્દીન શેખ અને ઉંમર ગૌતમ અવાર નવાર ભરૂચ જતાં હોવાની માહિતી સામે આવી હતી. તો સલાઉદ્દીન શેખે ભરૂચ જિલ્લા અને આસપાસના વિસ્તારોમાં 12 થી 15 લાખ રૂપિયા મોકલ્યા હોવાનું પણ સામે આવ્યું છે. એક વર્ષમાં સલાઉદ્દીન શેખે 28 વખત ભરૂચ જિલ્લાની મુલાકાત લીધી હતી. તો ઉમર ગૌતમે 18 થી 19 વખત ભરૂચ જિલ્લાની મુલાકાત લીધી હતી. 


આદિવાસીઓને રાશનની આપી હતી લાલચ
ભરૂચના હિન્દુ સમાજના લોકોને ઘર, મકાન, રાશન, ધંધો-રોજગાર, શિક્ષણ, લગ્ન કરાવી આપવાની લાલચ આપીને તેમનુ ધર્માંતરણ કરાવાયુ હતું. આ મામલે ધાર્મિક કટ્ટરવાદીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરાયો છે. ગામના 150 થી વધુ આદિવાસીઓનું ધર્માંતરણ કરવામાં આવ્યુ હોવાનો ખુલાસો થયો છે.