ભરત ચુડાસમા/ ભરૂચ : અંકલેશ્વર શહેર રવિવારની સવારે ખુનીખેલ ખેલાતા ચાર બાળકોને માતપિતાનો આશરો ગુમાવવાંનો વારો છે. જેમાં અંકલેશ્વર શહેરના કાગદીવાડમાં પતિએ નજીવી બાબતે પત્નીની હત્યા કર્યા બાદ પોતે પણ પોતે પણ આત્મહત્યા કરી લેતા કરી લેતા ચકચાર મચી છે. તો બીજી તરફ ચાર માસુમ બાળકોને રઝળવાનો વારો આવ્યો છે. સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઇ હતી. હાલ તો બનાવ સંદર્ભે શહેર પોલીસે ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સમાધિના નામે મહેસાણામાં તાયફો, મામલતદાર-DySP એક બીજાને જવાબદારીની ટોપી ઓઢાડી રવાના


ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના કાગદીવાડમાં હબીબ ઉલ રહેમાન કાગઝી પોતાની પત્ની સાહીનબાનુ અને તેના ચાર બાળકો સાથે શાકભાજી માર્કેટમાં છૂટક વેચાણ કરી પોતાનું ગુજરાત ચલાવતા હતા. અને બંને પતિપત્ની વચ્ચે નજીવી બાબતે અવાર નવાર ઝઘડા થયા કરતા હતા. જેમાં આજદીને વહેલી સવારે હબીબ ઉલ રહેમાને અચાનક જમવાનું બનાવી રહેલી પોતાની પત્ની સાહીન બાનુંને લોંખડની પાઇપ વડે સપાટા મારી હત્યા કરી નાખવામાં આવી હતી. જો કે ત્યાર બાદ પોતે પણ મકાનના ઉપરના માળે જઈ પોતાના શરીર પર બ્લેડ વડે ઘા મારી આત્મહત્યા કરી હોવાનું પોલીસની પ્રાથિમક તપાસમાં બહાર આવ્યું છે. 


સી.આર પાટીલના પુત્રના જન્મ દિવસની ઉજવણીના નામે જાહેરમાં તાયફો, તમામ નિયમોના ધજાગરા


અંકલેશ્વરના કાગદીવાડમાં બંધ બારણે ખેલાયેલ ખૂની ખેલમાં બંને મૃતદેહો લોહી લુહાણ હાલતમાં મળી આવતા અનેક તર્કવિતર્ક સર્જાવા પામ્યા છે. ત્યારે જોવું રહ્યું કે, પોસ્ટમોટર્મ કર્યા બાદ પોલીસ તપાસમાં બહાર આવે છે. જો કે  હાલ તો શહેર પોલીસ મથકના સ્ટાફ સાથે પી.આઈ, વિભાગીય પોલીસ વડા સહિતના અધકારીઓએ ઘટના સ્થળે પહોંચી હત્યાનું કારણ શોધવાની કવાયત હાથ ધરી છે. પતિ પત્નીના નજીવા ઝઘડામાં ખેલાયેલ ખૂની ખેલમાં પત્નીની હત્યા બાદ કરેલી આત્મહત્યામાં ચાર માસુમ બાળકોને હાલ તો પરિવાર વિહોણા બન્યા છે. સૌથી મોટા અંદાજિત 7 વર્ષીય બાળક સાથે ચારેય બાળકોએ માતપિતાનો આશરો ગુમાવ્યો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube