ભરૂચ: વરસાદી પાણીનો નિકાલ ન થતા ખેડૂતોને લાખો રૂપિયાનુ નુકશાન
ભરૂચ તાલુકાના નેશનલ હાઇવે ઉપર ટોલનાકા નજીક આવેલા માંડવા, ગોવાલી અને મુલદ ગામના લોકોના ખેતરમાં નર્મદા નદીના પુરના પાણી ભરાઈ રહેતા ખેડૂતોને લાખોનું નુકશાન થયું છે. ત્યારે નુકસાન ઓછું થાય તે માટે ખેડૂતો જીવના જોખમે પોતાના ખેતરમાંથી કેળના પાકને બહાર કાઢવા ગળાડૂબ પાણીમાં થી કેળાની લુમ લઈને બહાર કાઢી રહ્યા છે.
ભરત ચુડાસમા/ભરૂચ: ભરૂચ તાલુકાના નેશનલ હાઇવે ઉપર ટોલનાકા નજીક આવેલા માંડવા, ગોવાલી અને મુલદ ગામના લોકોના ખેતરમાં નર્મદા નદીના પુરના પાણી ભરાઈ રહેતા ખેડૂતોને લાખોનું નુકશાન થયું છે. ત્યારે નુકસાન ઓછું થાય તે માટે ખેડૂતો જીવના જોખમે પોતાના ખેતરમાંથી કેળના પાકને બહાર કાઢવા ગળાડૂબ પાણીમાં થી કેળાની લુમ લઈને બહાર કાઢી રહ્યા છે.
10 દિવસ પહેલા નર્મદામાં આવેલા પૂર્ણ કારણે કિનારાના ગામોમાં અને ખેતરોમાં પુરના પાણી ભરાઈ ગયા હતા. ઘણા સ્થળેથી પાણી ઉતરી ગયા તો એવા કેટલાય ગામો માં આજે 10 દિવસ બાદ પણ પાણી ઉતરવાનું નામ નથી લેતા. ભરૂચ જિલ્લાના એવા જ ગામ એટલે માંડવા, ગોવાલી અને મુલદ કે જ્યાં ખેડૂતોનો લાખો રૂપિયાનો ઉભો પાક પૂરના પાણી મા ગરકાવ છે. નર્મદામાં પુર આવવાના કારણે ખેડૂતોને દર વર્ષે નુકશાન ભોગવવાનો વારો આવે છે.
અમદાવાદ: ઇસનપુરમાં સામાન્ય તકરારમાં જાહેરમાં યુવકને જીવતો સળગાવ્યો
અહીં મુખ્યત્વે ખેડૂતો દ્વારા કપાસ, કેળ, શેરડી અને શાકભાજી જેવા પાક લેવામાં આવે છે. ઘણા ખેડૂતોએ તો આંબા, ચંદન જેવા વૃક્ષો લગાવ્યા હતા અને સોલાર પેનલો પણ લગાવી હતી. જેનું ખૂબ મોટું નુકસાન થયેલ છે. નર્મદા નદીમાંથી તો પુર ના પાણી ઓસરી ગયા છે પણ આ ખડુતોના ખેતરોમાંથી પૂરના પાણી ઉતરવાનું નામ નથી લેતા. ખેડૂતોના જણાવ્યા અનુસાર પાણી ન ઉતરવાનું કારણ નેશનલ હાઇવે પર બનેલ કેબલ બ્રિજનો ટોલ બુથ છે. ટોલ બુથની ઓફીસ બનાવવા માં જે પુરાણ કરવામાં આવ્યું તે આ પાણી નીકળવાના કાંસ પાર કરવામાં આવ્યું છે.
રાજકોટ: પિયરમાં ગયેલી પત્ની અંગે અભદ્ર ટિપ્પણી કરનારની યુવકે જાહેરમાં કરી હત્યા
હાલ તો પૂરના પાણીમાં ગરકાવ પાકને ખેડૂતો દ્વારા જીવના જોખમે બહાર કાઢવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. સ્થાનિક નેતાગીરી પણ અહીં નબળી સાબિત થઈ રહી હોય એમ સ્પષ્ટ પણે દેખાઈ રહ્યું છે. પૂરના પાણીને કાઢવા કાંસ બનાવવો જ પડશે અને જો કાંસ ન બનાવે તો આ પાણી નું તળાવ જેમ છે તેમ જ રહેશે. ખેડૂતોની માંગણી છે કે વહેલી તકે તંત્ર દ્વારા કાંસ બનાવી પાણીનો નિકાલ કરવામાં આવે.
જુઓ LIVE TV :