Bharuch : આજકાલ એવા જ કિસ્સા સાંભળવા મળે છે કે, પત્નીએ પત્નીને મારી નાંખી કે ટુકડા કરીને નાંખી દીધા. અથવા તો પતિ પત્નીના આડા સંબંધોમાં હત્યા કરી. પરંતુ આ વચ્ચે પતિ પત્નીના સમુધુર સંબંધોનું એક એવુ ઉદાહરણ સામે આવ્યું છે, જેને સાંભળીને તમારી આંખો પણ ભીની થઈ જશે. વૃદ્ધ દંપતીએ એકબીજા સાથે જીવવા મરવાના કોલ આપ્યા હોય તેમ પતિના નિધનના એક કલાક બાદ પત્નીનું પણ નિધન થયું હતું. વૃદ્ધ દંપતીની ગામમાં એકસાથે અર્થી નીકળતા ગમગીનીનો માહોલ છવાયો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભરૂચના ફાટાતળાવ વિસ્તારની આ ઘટના છે. જેમાં શુક્રવારે સવારે વૃદ્ધ હરકિસન ભગવાનદાસ મકવાણાનું ઉંમરના કારણે નિધન થયુ હતું. પતિના મોતનો પત્ની પુષ્પાબેનને ભારે આઘાત લાગ્યો હતો. પતિના મૃત્યુના એક કલાક બાદ જ પુષ્પાબેનનું પણ આઘાતમાં મૃત્યુ થયું હતું. વસમી ઘડી તો ત્યારે બની રહી, જ્યારે વૃદ્ધ દંપતીની એકસાથે ગામમાંથી અર્થી નીકળી હતી. 


ગુજરાત પર હવે નથી વાવાઝોડાનું જોખમ, પણ અસર તો થશે, હવામાન વિભાગે આપ્યા લેટેસ્ટ અપડેટ


આજના સમયમાં આવા કિસ્સાઓ જ્વલ્લે જ જોવા મળે છે. પતિ પત્ની બંનેની અંતિમયાત્રા એક સાથે નીકળતા વિસ્તારમાં તેઓના એકબીજા પ્રત્યેના પ્રેમ અને લાગણીને લઈ સૌકોઈની આંખો ભીની થઇ ગઇ હતી. 


સાથે જ મકવાણા પરિવાર પર પણ આભ તૂટી પડ્યુ હતુ. તેઓએ એકસાથે પરિવારના બે વડીલોને ગુમાવ્યા હતા. પરંતુ હાલ મકવાણા દંપતીના પ્રેમની મિસાલની ચારેતરફ ચર્ચા થઈ રહી છે. 


 


દ્વારકાના એકસાથે 21 ટાપુઓ પર પ્રતિબંધ મૂકાયો, પરમિશન વગર કોઈ અહી જઈ નહિ શકે