પક્ષપલટુઓ પર બગડ્યા મનસુખ વસાવા, કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા નેતાનું કડવા શબ્દોથી કર્યું સ્વાગત
Mansukh Vasvava : કોંગ્રેસ પ્રદેશના મહામંત્રી હરેશ વસાવાએ કેસરિયા કર્યા... ભાજપના સાંસદ મનસુખ વસાવાએ કહ્યું, કોંગ્રેસીઓ ગોરખધંધા બચાવવા ભાજપમાં આવે છે
Bharuch News : લોકસભા ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોએ તૈયારી આરંભી દીધી છે. આ પહેલા જ પક્ષપલટાની મોસમ શરૂ થઈ ગઈ છે. કોંગ્રેસ પ્રદેશ મહામંત્રી હરેશ વસાવા કોંગ્રેસને અલવિદા કહીને વિધિવત રીતે આજે ભાજપમાં જોડાયા છે. પરંતું ભાજપના સાંસદે કડવા શબ્દોથી મનસુખ વસાવાનું ભાજપમાં સ્વાગત કર્યું. લોકસભા ચૂંટણી પહેલા મનસુખ વસાવાની નિવેદનબાજીને કારણે રાજકીય માહોલ ગરમાયો છે. તેઓ સતત નિવેદનો આપીને ચર્ચામાં રહે છે. ત્યારે તેઓએ કહ્યું કે, કોંગ્રેસીઓ પોતાના ગોરખધંધા બચાવવા ભાજપમાં આવી રહ્યાં છે.
મનસુખ વસાવાએ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી બાબતે પણ નારાજગી વ્યક્ત કરી હતી. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મંત્રી હરેશ વસાવાના ભાજપમાં જોડાવા પર નિવેદન આપ્યુ હતું કે, હરેશ વસાવા નર્મદા જિલ્લાના રહેવાસી છે. ભાજપમાં જોડાતા પહેલા પરામર્શ કરો. જે પણ કોઈ બીજી પાર્ટીમાંથી ભાજપમાં આવે તેને પેહલા 5 વર્ષ કાર્યકર્તા તરીકે કામ કરવા દો પછી હોદ્દાઓ આપો. હરેશ વસાવા પોતાની શૈક્ષણિક સંસ્થાઓ બચાવવા માટે ભાજપમાં જોડાયો છે. હરેશ વસાવા ભાજપમાં જોડાયા તેનાથી મનસુખ વસાવા નારાજ નથી પણ પરામર્શ કરીને જોડવાા જોઈએ. નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલને જેલમાં જતા મેં બચાવ્યા છે.
જૂની સંસદમાં ફોટો સેશન દરમિયાન બેભાન થયા ગુજરાત ભાજપના સાંસદ
અમેરિકા જવા નીકળેલા મહેસાણાના 4 યુવકો ક્યાં ગાયબ! વિદેશ મંત્રાલયને તપાસમા કંઈ ન મળ્ય
મનસુખ વસાવાએ કહ્યું કે, ભાજપની સૌથી મોટી તાકાત છે તો વિચારધારા વગરના લોકોને જોડવાની કોઈ જરૂર જ નથી. કોંગ્રેસના આગેવાનો ગોરખધંધા કરતા હતા તેમના ગોરખધંધા બચાવવા ભાજપમાં આવે છે. હરેશ વસાવા પોતે મજબૂત થાય, ભાજપને મજબૂત કરવાની કોઈ જરૂર નથી, ભાજપ તો મજબૂત જ છે. કોંગ્રેસના હરેશ વસાવાને જોડતા હોઈ બીજા કોઈ લોકોને જોડતા હોય તો આદિવાસી મોરચાના પૂર્વ પ્રમુખ હર્ષદ વસાવા અને તેમના સાથીઓને પણ ભાજપમાં ફરી જોડવા જોઈએ.
હજી ત્રણ દિવસ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી : આજે 19 સપ્ટેમ્બરે આ જિલ્લાઓનો વારો પડશે