Mansukh Vasava Statement : ઝી બ્યુરો/નર્મદા: ડેડીયાપાડાના ગંગાપુર ખાતે ભાજપની સંકલ્પ યાત્રા દરમિયાન ભરૂચ સાંસદ મનસુખ વસાવા આમ આદમી પાર્ટી અને ધારાસભ્ય ચૈતર વસવા સામે ફરી એક વાર વિફરતા જોવા મળ્યા હતા. તેમજ ભાગેડુ ધારાસભ્ય ચૈતર વસાવાને હાજર થવા સલાહ આપી હતી. ભાજપની વિકસિત ભારત સંકલ્પ યાત્રા હાલ રાજ્યના દરેક ગામોમાં ફરી રહી છે. તાજેતરમાં નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના ગંગાપુર ગામે આ યાત્રા પહોંચી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચૈતર વસવા અને આમ આદમી પાર્ટી પર આકરા પ્રહારો
આ યાત્રા દરમિયાન સાંસદ મનસુખ વસાવા ફરી વિફર્યા હતા અને ચૈતર વસાવા, ઇસુદાન ગઢવી અને કેજરીવાલ પર પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, આજે પણ ચૈતર વસાવા ભૂગર્ભમાં છે..કેમ ભાઈ સાચા હોય તો હાજર થાવ તેવું સાંસદનું કહેવું હતું. આમ આદમી પાર્ટીની એક મહિલાએ સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી હતી કે સાંસદ મનસુખ વસાવા ચૈતર વસાવાથી ડરી ગયા છે, તેમજ મનસુખ વસાવાએ વસાવા અટક કાઢી મોદી અટક લખવી જોઈએ આવી પોસ્ટ મુકતા સાંસદ અકળાયા હતા અને ગંગાપુર ખાતે સંકલ્પ યાત્રાના જાહેર મંચ પરથી ભાગેડુ ધારાસભ્ય ચૈતર વસવા અને આમ આદમી પાર્ટી પર આકરા પ્રહારો કર્યા હતા.



ચૂંટણી જંગમાં બતાવી દવ કહી સાંસદે પડકાર ફેંક્યો
મનસુખ વસાવાએ એમ પણ કીધું હતું કે સાંસદ મનસુખ વસાવા હિન્દુસ્તામાં કોઈથી ડરતા નથી, આમ આદમી પાર્ટી જૂઠા લોકોની પાર્ટી છે એ શું મને કહેવા વાળા અને હું મૂળ આદિવાસી છું કેમ અટક બદલું ભાઈ... ઇસુદાન અને કેજરીવાલ મહિલાઓ પાસે પોસ્ટ મુકાવી મહિલાઓનો ઉપયોગ કરે છે. તાકાત હોય તો આવો મેદાનમાં... ચૂંટણી જંગમાં બતાવી દવ કહી સાંસદે પડકાર ફેંક્યો હતો. 


ચૈતર વસાવાને હાજાર થવા આપી સલાહ
ધારાસભ્ય ચૈતર વસવા જો સાચા છે તો છુપાઈને કેમ ફરો છો, કહી સાંસદે ચૈતર વસાવાને હાજાર થવા સલાહ પણ આપી હતી.