ભરૂચ પોલીસ ગ્રાઉન્ડ ઉપર નવરાત્રીમાં IAS અને IPS ની પરિવાર સાથે ગરબે ઘૂમી શક્તિની ભક્તિ
Navratri 2020: ભરૂચ પોલીસ ગ્રાઉન્ડ ઉપર પ્રથમ વખત આયોજિત ગરબા મહોત્સવમાં IAS અને IPS પણ પરિવાર સાથે ખેલૈયા બની ગરબે ઘૂમ્યા હતા. જિલવા કલેકટર તુષાર સુમેરા અને SP ડો.લીના પાટીલે પરંપરાગત પરિધાનમાં ગરબે ઘૂમી શક્તિની ભક્તિની આરાધના કરી હતી.
ભરત ચુડાસમા, ભરૂચ: ભરૂચ પોલીસ ગ્રાઉન્ડ ઉપર પ્રથમ વખત આયોજિત ગરબા મહોત્સવમાં IAS અને IPS પણ પરિવાર સાથે ખેલૈયા બની ગરબે ઘૂમ્યા હતા. જિલવા કલેકટર તુષાર સુમેરા અને SP ડો.લીના પાટીલે પરંપરાગત પરિધાનમાં ગરબે ઘૂમી શક્તિની ભક્તિની આરાધના કરી હતી.
આદ્યશક્તિના આરાધનાનું પર્વ નવરાત્રી હવે તેના અંતિમ ચરણમાં પોહચતા ગરબા આયોજકો અને ખેલૈયાઓનો ઉત્સાહ બમણો થઈ રહ્યો છે. હવે નવરાત્રી મહોત્સવ અંતિમ ચરણમાં પોહચતા આયોજકો અને ખેલૈયાઓનો ઉત્સાહ બેવડાઈ રહ્યો છે. ભરૂચ, અંકલેશ્વર શહેર સહિત જિલ્લાના તમામ ગરબા આયોજકો સ્થળોએ હૈયે હૈયું દળાય એટલી મેદની ઉમટી રહી છે. ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા પ્રથમ વખત આયોજિત ગરબાએ પણ પોલીસ પરિવાર અને પ્રજામાં ઘેલું લગાડ્યું છે.
ભરૂચ જિલ્લા પોલીસ હેડ કવાટર્સ ખાતે નવરાત્રી મહોત્સવમાં અગાઉ પત્રકાર પરિવાર, વડીલોના ઘરના વરિષ્ઠ ખેલૈયાઓએ રમઝટ બોલાવ્યા બાદ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના આગેવાનો, કાર્યકરો પણ પરિવાર સાથે ખેલૈયા બની ગરબામાં જોડાયા હતા.
મહિલા પોલીસ વડા દ્વારા પોલીસ પરિવાર અને પ્રજા માટે આયોજિત આ નવરાત્રી ઉત્સવમાં પરંપરાગત પરિધાનમાં ભરૂચ જિલ્લા કલેકટર IAS તુષાર સુમેરા અને જિલ્લા પોલીસ વડા IPS ડો. લીના પાટીલ પોલીસ પરિવાર અને પ્રજા સાથે ખેલૈયા બની ગરબે ઘૂમી શક્તિની ભક્તિ કરી હતી.