ભરત ચૂડાસમા/ભરૂચ :પોલીસ પ્રજાના રક્ષણ માટે હોય છે. પણ પોલીસ કર્મચારીઓના હેવાન બન્યાના પુરાવા પણ મળતા રહે છે. અનેકવાર પોલીસની હેવાનિયતના પુરાવાઓ સામે આવતા રહ્યાં છે. ત્યારે ભરૂચ બાયપાસ રોડ પર બી ડિવિઝન પોલીસનો અત્યાચારનો બોલતો પુરાવો મળ્યો છે. ફ્રૂટની લારીઓ પર પોલીસે દંડા માર્યા હોવાનો વીડિયો વાયરલ થયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

માસ્ક સહિતના કાયદાનો ભાન કરાવવા નીકળતી પોલીસના કર્મી પોલીસની વર્દી વગર જ માર્કેટમાં પહોંચ્યો હતો. બી ડિવિઝન પોલીસ કર્મીઓના આ પ્રકારના વર્તન સામે સ્થાનિકોમાં રોષ ફાટી નીકળ્યો છે. દંડા વડે લારીની તોડફોડ કરતો પોલીસ કર્મીનો વીડિયો વાયરલ થયો છે. આ પોલીસ કર્મચારીનું નામ ધર્મેશ હોવાનું સામે આવ્યું છે. પોલીસ કર્મચારીએ આવીને દાદાગીરી શરૂ કરી હતી. સાથે ફ્રુટની લારીઓ વાળા સાથે પણ દંડાવાળી કરી હતી.


આ પોલીસ કર્મચારીનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેને પગલે લોકોમાં પણ આ પોલીસ કર્મચારી પ્રત્યે રોષ જોવા મળ્યો. તો સાથે જ આવા પોલીસ કર્મચારી પર કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. સાથે જ લોકો કહી રહ્યા છે કે જો એક પોલીસ કર્મચારી પોતે જ માસ્ક ન પહેરે, તો પોલીસ કયા હકથી પ્રજા પાસેથી દંડ ફટકારે છે. સાથે જ વર્દી વગર રોફ મારતા પોલીસ કર્મચારી સામે ડિપાર્ટમેન્ટ શુ એક્શન લેશે.