ભરૂચ બળાત્કાર કાંડે `નિર્ભયા`ની યાદ અપાવી, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખ્યો, નરાધમે ક્રૂરતાની હદ વટાવી
ભરૂચમાં થયેલી બળાત્કારની ઘટનાએ રાજ્યમાં કાયદો-વ્યવસ્થાની ઘટના પર સવાલો ઉભા કર્યાં છે. આ સમગ્ર ઘટનાની જે વિગતો સામે આવી તે જાણીને લોકોના રૂવાંટા ઉભા થઈ જાય છે. પોલીસે આપેલી માહિતી પ્રમાણે આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં લોખંડનો સળિયો નાખ્યો હતો.
ભરૂચઃ ગુજરાતમાં કાળજુ ચીરી દે તેવી દુષ્કર્મની ઘટના મંગળવારે ભરૂચમાં બની હતી. ભરૂચના શ્રમજીવી પરિવારની એક માસુમ દીકરીની ઈજ્જત પર એક નરાધમે હાથ નાંખ્યો. આ હેવાને દીકરી સાથે એવી ક્રુરતા આચરી કે, હોસ્પિટલોના તબીબોના હાથ પણ સગીરાના ગુપ્ત ભાગે હાથ લગાવતા થરથરી ગયા. આરોપી એટલો વિકૃત થઈ ગયો હતો કે તેણે બાળકીના આંતરિક અંગમાં લોખંડનો સળિયો નાખ્યો હતો. પોલીસે આરોપીના ઘરેથી સળિયો પણ કબજે કર્યો છે.
આરોપીની વિકૃત માનસિકતા
ભરૂચના ઝઘડિયા GIDC વિસ્તારમાં એક બાળકી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. આરોપીએ દુષ્કર્મ બાદ બાળકીના ગુપ્તાંગમાં લોખંડનો સળિયો નાખ્યો હતો. આ કેસમાં પોલીસને આરોપીના ઘરેથી તે સળિયો પણ મળી આવ્યો છે. સળિયાને કારણે બાળકીના ગુપ્તાંગ, યુટ્રસ, સ્ટૂલ એરિયા, મોટા આંતરડામાં ગંભીર ઈજાઓ થઈ છે. પોલીસે આપેલી માહિતી પ્રમાણે આરોપી વિજય પાસવાને એક સપ્તાહ પહેલા પણ બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું.
ઝારખંડ સુધી ઘટનાના પડઘા પડ્યા
જે બાળકી સાથે બળાત્કાર થયો છે તે પરિવાર મૂળ ઝારખંડનો છે અને ભરૂચમાં કામ કરતો હતો. આ ઘટના બાદ ઝારખંડ સરકારમાં મંત્રી દીપિકા પાંડે સિંહ આજે વડોદરા પહોંચ્યા હતા. આ ઘટનાની વિગતો મેળવવા માટે ઝારખંડના મંત્રી સાથે અન્ય બે અધિકારીઓ પણ આવ્યા હતા. ઝારખંડ સરકારમાં મંત્રી દીપિકા પાંડે સિંહે કહ્યું કે બાળકેને યોગ્ય સારવાર અને સહાયતા મળવી જોઈએ. તેમણે આરોપી સામે કડક કાર્યવાહીની માંગ કરતા આ કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવાની રજૂઆત પણ કરી હતી. ઝારખંડ સરકાર દ્વારા ગુજરાત સરકાર પાસે બાળકીના પરિવારને દરેક સંભવ મદદ અને ન્યાય મળે તે પણ માગ કરવામાં આવી હતી. આ સાથે ઝારખંડ સરકાર દ્વારા ગુજરાતમાં કામ કરતા ઝારખંડના શ્રમિકોની સુરક્ષા માગ પણ કરવામાં આવી હતી.
સરકાર આપશે વળતર
ઝઘડિયા જીઆઇડીસી વિસ્તારમાં માસુમ સગીરા ઉપર બળજબરીપૂર્વક દુષ્કર્મ કરવાનો મામલો સામે આવતા જ અરેરાટી થઈ જાય. સગીરાને મોઢાના ભાગે તથા ગુપ્ત ભાગો ઉપર ગંભીર ઈજાઓના પગલે ભરૂચ સિવિલ બાદ વડોદરા એસએસજી હોસ્પિટલમાં બાળકીની સારવાર ચાલી રહી છે. રાજ્ય સરકાર પોસ્કો કેસમાં બાળકીના પરિવારજનોને 10 લાખ રૂપિયાનું વળતર પણ આપવામાં આવશે. આ સાથે બાળકીનો જીવ બચાવવા માટે આરોગ્ય વિભાગની ટીમ સતત પ્રયાસ કરી રહી છે.
બાળકીની સારવાર કરતાં તબીબોના હાથ પણ ધ્રુજ્યા
આ બાળકીને એટલી ગંભીર ઇજાઓ પહોંચી હતી કે તેનાથી ઉભું પણ થવાતું ન હતું. જેથી તે ત્યાંથી ઢસડાતી ઢસડાતી તેના મકાન પાસેની દીવાલ સુધી પહોંચીને પોતાની માતાને બુમો પાડવા લાગી હતી. આ સમયે ત્યાં વાસણ માજી રહેલી તેની માતાએ પોતાની પુત્રીનો અવાજ સાંભળતાં જ ઉપર ચઢીને જોતા જ ચોકી ઉઠી હતી. માતાએ તાત્કાલિક બાજુમાં રહેતાં અન્ય લોકોને બોલાવી તાત્કાલિક તેને સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં લઈને પહોંચી હતી. જ્યાં હાજર તબીબો બાળકીની હાલત જોઈ તેની સારવાર કરતા તેઓના પણ હાથ કાપવા લાગ્યા હતા.