ભરત ચુડાસમા/ભરૂચ: તવરામાં વૃદ્ધ દંપતીના ગળે ચપ્પુ મૂકી 8 લાખની લૂંટ ચલાવી 6 લૂંટારું ફરાર થઈ ગયા છે. ઇસ્કોન ગ્રીન સિટી સોસાયટીમાં ત્રાટકેલા લૂંટારુંઓ CCTVમાં કેદ થયા છે. સી ડિવિઝન પોલીસે સીસીટીવી મેળવી લૂંટારુંઓના સગડ મેળવવા કવાયત હાથ ધરી છે. ભરૂચના હાઈવને અડીને આવેલા તવરા ખાતે ઇસ્કોન ગ્રીન સિટીમાં મળસ્કે ત્રાટકેલા 6 લૂંટારું વૃદ્ધ પટેલ દંપતીના ઘરે ઘુસી ચપ્પુની અણીએ 8 તોલા સોનું, ચાંદી, વિદેશી ચલણ, રોકડા મળી રૂ.8 લાખથી વધુની મત્તા લૂંટી ફરાર થઈ ગયા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજકોટમાં તાંત્રિક વિધિનો ખતરનાક ખેલ; પતિ-પત્નીએ માથું કાપીને હવનકુંડમાં હોમી દીધું


ઝાડેશ્વર ચોકડી તવરા નજીક આવેલા ઇસ્કોન ગ્રીન સિટી સોસાયટીમાં મળસ્કે સવારે લૂંટારું ટોળકી ત્રાટકી હતી. વૃદ્ધ પટેલ દંપતીના ઘરમાં 6 જેટલા લૂંટારું પાછળથી ઘરમાં ઘુસ્યા હતા. ઘરમાં ફાફા ફોળા કરી કઈ ખાસ નહિ મળતા બેડરૂમમાં સુતેલા હસમુખભાઈ સોમાભાઈ પટેલ અને તેમના પત્ની શર્મિષ્ઠાબેનને જગાડ્યા હતા. ત્રણ લૂંટારુંઓએ હથિયારો બતાવી વૃદ્ધ દંપતીને માલ મતા ક્યાં છે તેમ પૂછ્યું હતું.


10 વર્ષ પહેલા ચા વેચનારો બન્યો અતીકનો હત્યારો, જાણો ત્રણેય શૂટરની ક્રિમિનલ હિસ્ટ્રી


બેડના ગાદલા નીચે બેગમાં રાખેલ 8 તોલા સોનુ, ચાંદીના દાગીના, વિદેશી ચલણ, રોકડા 75 હજાર મળી લૂંટારુંઓ 8 લાખથી વધુની મત્તાની લૂંટ ચલાવી હતી. વૃદ્ધ શર્મિષ્ઠાબેને ગળામાં પહેરેલી ચેઇન પણ લૂંટી લેતા તેઓ ઇજાગ્રસ્ત થયા હતા. લૂંટારુઓ સામેના ઘરે રહેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા હતા. 


ત્રણ હુમલાખોરોએ કેવી રીતે ઘડ્યું હત્યાનું કાવતરું? યુપી પોલીસે જણાવી કહાની


લૂંટની જાણ વૃદ્ધ દંપતીએ કરતા સી ડિવિઝન પી.આઈ. હસમુખ ગોહિલ સહિતનો સ્ટાફ દોડી આવી કાર્યવાહી હાથ ધરી હતી. સીસીટીવી ફૂટેજ મેળવી ડોગ સ્કવોર્ડ અને એફએસેલની મદદથી ટોળકીને પકડી પાડવા સાથે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરાઈ છે,