બ્રિજેશ દોશી/અમદાવાદ: લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક ઝડકો લાગી શકે છે. ઝઘડિયાના ઘારાસભ્ય છોટુ વસાવાએ મહત્વની જાહેરાત કરતા લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને મોટુ નુકશાન થવાની શક્યતાઓ છે. છોટુ વસાવાએ ભરૂચની લોકસભા બેઠક પરથી ચૂંટણી લડવાની જાહેરાત કરવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભરૂચની લોકસભાની બેઠક પરથી છોટુ વસાવાએ જાહેરાત કરી છે, કે તેઓ 3 એપ્રિલે ઉમેદવારી ફોર્મ ભરવાની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે આ બેઠક પરથી કોંગ્રેસના અહેમદ પટેલ ચૂંટણી લડવાનો વિચાર કરી રહ્યા છે. મહત્વનું છે, કે સોમવારે કોંગ્રેસ દ્વારા ભરૂચ બેઠક પરના ઉમેદવાર અંગેની જાહેરાત કરી શકે છે. મહત્વનું છે, કે છોટુ વસાવાના આ નિર્ણયથી ભાજપને પણ ભરૂચ બેઠક પર નુકશાન થઇ શકે છે.


વડોદરા: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ‘મે ભી ચોકીદાર’ કાર્યક્રમનો ફિયાસ્કો, ખુરશીઓ ખાલી



મહત્વનું છે, કે બીટીપીના છોટુ વસાવાની પાર્ટી સાથે કોંગ્રેસ ગઠબંધન કરવાનો વિચાર કરી રહી હતી. પરંતુ છોટુ વસાવા દ્વારા લોકસભાની ચૂંટણી લડવાની જાહેરાત કરાતા હવે કોંગ્રેસની મુશ્કેલીમાં વધારો થઇ શકે છે. ભરૂચ લોકસભા બેઠક પર છોટુ વસાવા આગામી 3 એપ્રીલે તેમના સમર્થકો સાથે ઉમેદવારી ફોર્મ ભરવાની જાહેરાત કરી છે.