હવે બેંકો પણ સુરક્ષિત નથી! ભરૂચની યુનિયન બેંકમાં લૂંટારાઓએ ફાયરિંગ કરીને લૂંટ ચલાવી, સર્જાયા ફિલ્મો દ્રશ્યો
અંકલેશ્વરમાં પીરામણનાકાના ભરચક વિસ્તારમાં આવેલી યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયાની શાખા પર આજે ચાર લૂંટારૂઓ દેશી તમંચા સાથે એકાએક ત્રાટક્યા હતા. આ લૂંટારૂઓ બાઈક પર આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.
ભરૂચ: રાજ્યમાં ફરી લૂંટનો સિલસિલો શરૂ થયો છે. આજે ભરૂચના અંકલેશ્વરમાં યૂનિયન બેંકમાં 5 લૂંટારાઓએ ધોળા દહાડે લૂંટ ચલાવી હતી. લૂંટારુઓએ બેંકમાં લાખો રૂપિયાની લૂંટ ચલાવવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. લૂંટારાઓને પકડવા માટે પોલીસે તેમનો પીછો કર્યો હતો, પરંતુ આરોપીઓએ તેમના પર ફાયરિંગ કર્યું હતું. તેમ છતાં પોલીસે પોતાનો જીવ જોખમમાં નાંખી 2 લૂંટારાઓને પકડ્યા હતા, જ્યારે 3 લૂંટારા ફરાર થતાં નેશનલ હાઈવે સહિતના પોઈન્ટ પર નાકાબંધી ગોઠવી દેવામાં આવી છે. તમામ ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી.
શું બની હતી સમગ્ર ઘટના?
આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, અંકલેશ્વરમાં પીરામણનાકાના ભરચક વિસ્તારમાં આવેલી યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયાની શાખા પર આજે ચાર લૂંટારૂઓ દેશી તમંચા સાથે એકાએક ત્રાટક્યા હતા. આ લૂંટારૂઓ બાઈક પર આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. બેંકમાં જ્યારે લૂંટારાઓ ઘૂસ્યા બાદ તેમને લોકોને ડરાવવા માટે બંદૂક તાકી હતી. પરંતુ સમય સૂચકતાના કારણે આ ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસ કાફલો પહોંચ્યો હતોસ અને આરોપીઓને પકડવા માટે કાર્યવાહી હાથ ધરી હતી.
બેંકમાં લૂંટ ચલાવી અલગ અલગ દિશામાં ભાગ્યા
જોકે, ત્યાં સુધીમાં મોડું થઈ ચૂક્યું હતું. લૂંટારૂઓએ લૂંટ ભાગી રહ્યા હતા. ચારેય લૂંટારૂઓ બે બાઈક પર આવ્યા હતા, પરંતુ જ્યારે પોલીસ પાછળ પડી તો તેઓ અલગ અલગ દિશામાં ભાગ્યા હતા. એક બાઈક રાજપીપળા ચોકડી તરફ હંકારી મૂકવામાં આવ્યું હતું, જ્યારે બીજું બાઈક બ્રીજનગર તરફ ગયું હતું. પરંતુ પોલીસે રાજપીપળા તરફ ભાગેલા લૂંટારૂઓનો પીછો કર્યો હતો. આ દરમિયાન લૂંટારૂઓના હાથમાંથી એક થેલો પડી ગયો હતો. આ ફિલ્મી દ્રશ્યો વચ્ચે લૂંટારૂઓએ પોલીસ પર ફાયરિંગ કર્યું હતું.
પોલીસે 22 લાખ જેટલી રકમ રિકવરી કરી
આ ઘટનાને લઈ પોલીસે બેંકમાં લાગેલ અને આસપાસના તમામ સીસીટીવી કેમેરા તપાસી આરોપીઓની ધરપકડ કરવા માટે તજવીજ હાથ ધરી છે. આ ઘટનામાં પોલીસે જણાવ્યું હતું કે, પોલીસ અને લૂંટારાઓ વચ્ચે ફાયરિંગ થયું હતું. તેમાં એક લૂંટારૂ ઇજાગ્રસ્ત થયો હતો. તેને 108 દ્વારા સારવાર માટે રવાના કરવામાં આવ્યો હતો. તેમજ પોલીસે આશરે 22 લાખ જેટલી રકમ પણ રિકવર કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube