ભરત ચૂડાસમા/ભરૂચ :વડોદરા ખાતે આવેલ જાબુંઆની આઈડિયલ સ્કૂલ યોજાયેલ રાજ્ય કક્ષાની "શાસ્ત્રીય કંઠય સંગીત" સ્પર્ધામાં ભરૂચની સંસ્કાર ભારતી વિદ્યાભવનના 13 વર્ષના કાન્હા કલાપી બૂચે પ્રથમ ક્રમાંક મેળવ્યો છે, જે ભરૂચ જિલ્લા માટે ગૌરવની વાત છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાત રાજ્યના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર હસ્તકની કમિશ્નર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા યુવા વિકાસ અધિકારી વડોદરા સંચાલિત મોબાઈલ ટુ સ્પોર્ટ્સ શાસ્ત્રીય કંઠય સંગીત સ્પર્ધાનું આયોજન વડોદરા ખાતે આવેલ જાબુંઆની આઈડિયલ સ્કૂલ ખાતે થયું હતું. આ સ્પર્ધામાં ભરૂચની સંસ્કાર વિદ્યાભવનમાં ધોરણ 8 માં અભ્યાસ કરતા 13 વર્ષના કાન્હા કલાપી બૂચ પણ જોડાયા હતા. કાન્હા 5 વર્ષની વયથી ડૉ.જાનકી મીઠાઈવાલા પાસે સંગીતની શિક્ષા ગ્રહણ કરે છે.


આ પણ વાંચો : ખેડૂતો માટે આજીવન સંઘર્ષ કરનારા જીવણદાદાનું નિધન, CM રૂપાણીએ શિશ ઝૂકાવી નમન કર્યું 


સ્પર્ધાની જાહેરાત બાદ પહેલો રાઉન્ડ ડિસેમ્બરનાં બીજા અઠવાડિયામાં યોજાયો હતો. જેમાં ઓનલાઈન રેકોર્ડિંગ કરી અને વીડિયો સબમિટ કરાતાં કાન્હાનો જિલ્લા કક્ષાએ પ્રથમ ક્રમાંક આવ્યો હતો. ત્યારબાદ રાજ્ય કક્ષામાં ૧૦ ફાઈનલાસ્ટમાં પણ કાન્હાની પસંદગી થઈ હતી.


રાજ્યના 10 સ્પર્ધકોમાંથી ભરૂચના કાન્હા કલાપી બૂચના શિરે "શાસ્ત્રીય કંઠય સંગીત" સમ્રાટનો પ્રથમ ક્રમાંકનો તાજ આવતા ભરૂચ જિલ્લામાં હર્ષ અને ગૌરવની લાગણી વ્યાપી જવા પામી છે. કાન્હાની શાળામાં અને પરિવારજનોમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે.


આ પણ વાંચો : વડોદરા : ભાજપના નેતાઓએ ભીડ ભેગી કરીને કોરોનાની ગાઈડલાઈનને અભરાઈએ ચઢાવી