ભરત ચૂડાસમા/ભરૂચ :ભરૂચ જિલ્લા રાઇફલ એસોસિએશનમાં તાલીમ મેળવતા શુટરો રાજ્યકક્ષાની સ્પર્ધામાં મેડલ મેળવ્યા છે. અમદાવાદમાં હાલમાં જ રમાયેલ કે.જી. પ્રભુ શૂટિંગ ચેમ્પિયનશિપમાં પાર્થસિંહ રાજાવતે 0.177 એર પિસ્તોલ અંડર 12 કેટેગરીમાં ગોલ્ડ મેડલ મેળવેલ છે. જ્યારે ખુશી ભરતભાઈ ચુડાસમાએ 0.177 એર રાઈફલમાં અંડર-19માં સિલ્વર મેડલ મેળવેલ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદ : બાળકોની હોસ્પિટલમાં લાગી આગ, હાથમાં નવજાતને લઈને દોડ્યા માતા-પિતા 


ખુશી ચુડાસમાએ એક મહિનાના ખૂબ જ ઓછા સમયમાં પ્રેક્ટિસ કરી મેડલ પ્રાપ્ત કરે છે. જ્યારે અંડર 12 કેટેગરીમાં ઉત્કર્ષ રાજેશ પાંડે બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો છે. ઉત્કર્ષ પાંડે છેલ્લા ત્રણ વર્ષથી રાઇફલ શુટિંગની ટ્રેનિંગ લઈ રહ્યો છે, આજે તે નેશનલ પ્લેયર છે. આ ત્રણે શુટરોએ આખા ગુજરાત રાજ્યની ડિસ્ટ્રિક્ટ લેવલની રાઇફલ શૂટિંગ સ્પર્ધામાં મેડલ મેળવી ગન શૂટિંગ એકેડમી અંકલેશ્વર અને ભરૂચ ડિસ્ટ્રિક્ટ રાઇફલ એસોસિએશનનું નામ ઉજ્જવળ કર્યું છે. સંસ્થાના પ્રેસિડેન્ટ અજય પંચાલ અને કોચ મિત્તલ ગોહિલના સહયોગથી અને માર્ગદર્શનથી રમતવીરોએ ખૂબ ઓછા ગાળાની મહેનતથી આ સિદ્ધિ હાંસલ કરી છે.