મૌલિક ધામેચા/અમદાવાદ :અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે છેતરપિંડીના ગુનામાં એક બિલ્ડરની ધરપકડ કરી છે. સિનીયર સિટીજનોને ટાર્ગેટ કરી સસ્તા ભાવે પ્લોટ આપવાના બહાને છેતરપીંડી કરતા રૂચિ નિર્માણ પ્રા.લિ.ના ડિરેક્ટર ભાવેશ જાની તથા આસિસ્ટન્ટ ડિરેક્ટર નાનજી બારીયાએ અનેક લોકોને ભોગ બનાવ્યાનુ સામે આવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઓએનજીસીમાં ફરજ બજાવતા અને હાલ નિવૃત્ત સોહનલાલ સુથારે પોલીસ સ્ટેશમમાં રોકાણ કરતા છેતરપીંડીનો ભોગ બનતા ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદની હકીકત એવી છે કે, સોહનલાલ સુથારને ઓએનજીસી તરફથી તેના કર્મચારીઓએ મફત દવા આપવામાં આવતી હતી. જેના માટે તેઓને ઓએનજીસી કોલોની તથા ચાંદખેડાના જનતાનગર ખાતે આવેલા સંજય મેડિકલ સ્ટોર ખાતે જવાનું થતું હતું. આ સ્ટોર પર અવારનવાર આવતા ભાવેશ જાનીએ તેમના ઘરની પાાછળ ગ્રીનવેલ રેસિડેન્સી નામની ફ્લેટની સ્કીમ મૂકી હતી. ઈન્કમટેક્સ નજીક રૂચી નિર્માણ પ્રા.લી. નામે ભાવેશ જાનીએ બુકિંગ ઓફિસ શરૂ કરી હતી. એટલુજ નહિ, વર્ષ 2012-2013માં બાવળાના મેમાર ગામે રોયલ ગ્રીન્સ નામની રહેણાંક મકાનની સ્કીમ મૂકી હતી. 


મોટો ખુલાસો : ધમણ વેન્ટિલેટરને કારણે વડોદરાની SSG હોસ્પિટલમાં આગ લાગી હતી


આ સ્કીમમાં ચાર સેક્ટર બનાવી સુંદર મકાન આપવાની વાતો તેણે સોહનલાલને કરી હતી. મકાનની કિંમત રૂ. 3,90,000 અને જો એક સાથે ચૂકવવામાં આવે તો રૂ. 3,70,000 હોવાનું જણાવ્યું હતું. ફ્કત સોહનલાલ જ નહિ, દુકાને આવતાં ઓએનજીસીના અન્ય નિવૃત્ત કર્મચારીઓને પણ તેણે આ સ્કીમ સમજાવતાં લોકોએ તેનામાં વિશ્વાસ મૂકી કુલ રૂ. 31,43,250 લોકોએ સ્કીમમાં પ્લોટ-મકાનો લેવા રૂપિયા ભર્યા હતા. ત્રણ વર્ષ સુધી મકાનો ન મળતાં રોકાણકારોએ પૈસા ભર્યાની રિસિપ્ટ, એલોટમેન્ટ લેટર વગેરે દસ્તાવેજો આપનાર ભાવેશ જાનીને પૂછતાં તેણે સ્કીમ પ્રોસેસમાં હોવાનું જણાવ્યું. 


બાદમાં બીજા બે વર્ષ વિતી જવા છતાં કોઈ સંતોષકારક જવાબ ન મળતાં રોકાણકારોએ એકઠા થઈ જે જમીન ઉપર સ્કીમ મુકી છે કે કેમ તે તપાસ કરતાં જમીન કોઈ મહાજન પેઢીના નામે હોવાનું જાણવા મળ્યું હતું. આ ઉપરાંત રોકાણકારોના પૈસાથી ચાંગોદર ખાતે ગ્રીમ પ્લાઝા કોમ્પ્લેક્સ તૈયાર કર્યું હોવાનું તથા દહેગામ ખાતે વીસ વીઘા જેટલી જમીન ખરીદી હોવાનું ફરિયાદમાં જણાવાયું હતું. આ અંગે ક્રાઈમ બ્રાન્ચે ફરિયાદ નોંધી રૂચી નિર્માણ પ્રા.લિ.ના ડિરેક્ટર ભાવેશ જાની તથા કૃષ્ણનગરની જય રઘુનાથ સોસાયટી ખાતે રહેતા આસિસ્ટન્ટ ડિરેક્ટર નાનજીભાઈ બારીયા વિરુદ્વ છેતરપિંડીનો ગુનો નોંધી  ભાવેશ જાનીની ધરપકડ કરી છે.