તેજસ દવે/મહેસાણા :ગુજરાતની દીકરી ભાવિના પટેલે કોમનવેલ્થ ગેમમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. ત્યારે મહેસાણામાં રહેતા તેમના પરિવારમાં ખુશીની લાગણી છવાઈ ગઈ છે. પરિવારના સભ્યોએ એક-બીજાને મીઠાઈ ખવડાવી ખુશી વ્યક્ત કરી. મહત્વનું છે કે, ભાવિના પટેલે ગત વર્ષે ટોક્યો પેરાલિમ્પિકમાં  ઐતિહાસિક સિલ્વર મેડલ જીત્યો હતો. તો આ વખતે કોમનવેલ્થમાં ગોલ્ડ મેડત જીત્યો છે. ભાવિનાએ ગોલ્ડ મેડલ જીતતા ગામમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સ 2022 માં ભારતની સ્ટાર પેરા ટેબલ ટેનિસ ખેલાડી ભાવિના પટેલે ગોલ્ડ મેડલ જીત્યો છે. ભાવિના પટેલ વડનગરના સુંઢિયા ગામના વતની છે. ત્યારે ભાવિનાએ ગોલ્ડ મેડલ જીતતા નાનકડા એવા સુંઢિયા ગામમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. ગોલ્ડ આવવાથી ભાવિનાના પરિવારમાં હાલમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. પરિવારના સભ્યો દ્વારા એકબીજાને મીઠાઈ ખવડાવી ખુશી વ્યક્ત કરી. તો તેના પિતા હસમુખભાઈ પટેલ અને માતા નિરંજનાબેન પટેલ તો દીકરીની આ સફળતાથી ગદગદ થઈ ગયા હતા. 



તેના માતાએ કહ્યુ કે, ભાવિનાની સંઘર્ષભરી જિંદગી રહી હતી. તેમાંથી બહાર હવે નીકળી ગઈ છે. નાનકડી ચાલીમાં રહેતી, ભાડે રહેતી તો ક્યારેક ભાઈ-ભાઈ અને બહેનપણીઓ સાથે રહીને આગળ વધતી ગઈ. તેને આગળ વધીને દેશ માટે કંઈક કરવુ છે. તો પિતાએ કહ્યુ કે, એટલી ખુશી છે કે તે આવશે તો તેનુ ભવ્ય સન્માન કરીશું. ભવ્ય વરઘોડો કરીને આતશબાજી કરીશું. પિતા તરીકે મને ગર્વ થઈ રહ્યો છે. હાલ અમે તેનુ સન્માન કરવા તલપાપડ થઈ રહ્યા છીએ. 


ઉલ્લેખનીય છે કે, ભાવિના પટેલે ગત વર્ષે ટોક્યો પેરાલિમ્પિકમાં ઐતિહાસિક સિલ્વર મેડલ જીત્યો હતો.