ભાવનગર : ભાવનગરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું પરિણામ લોહિયાળ બન્યું છે. ચૂંટણીની હારજીત બાદ એક વ્યક્તિની હત્યા કરી નાખવામાં આવી છે. ઘોઘાના સણોદર ગામે ચૂંટણી પરિણામ બાદ મારામારીની ઘટના બની હતી. જેમાં એક વ્યક્તિનો જીવ જતા જંગ લોહિયાળ બન્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, આઝાદી બાદથી કોંગ્રેસ સતત આ પાલિકા જીતતું આવ્યું છે. અત્યાર સુધી ક્યારે પણ આ પાલિકામાં ભાજપ જીતી શક્યું નથી. પહેલીવાર ભાજપે આ પાલિકા કબ્જે કરી લીધી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Gujarat Corona Update: 454 નવા કેસ, 361 દર્દી સાજા થયા, 9 જિલ્લાઓમાં એક પણ કેસ નહી


જો કે આ પાલિકા ભાજપે જીતી ગયા બાદ આ પાલિકા લોહિયાળ બન્યું છે. કોંગ્રેસના વિજય સરઘસ દરમિયાન એક વ્યક્તિએ સરઘસ પર પથ્થર માર્યો હતો. જેના કારણે ઉશ્કેરાયેલા ટોળાએ તે વ્યક્તિને ખેંચી લીધો હતો. ત્યાર બાદ ટોળાના લોકોએ માર મારવાનો શરૂ કર્યો હતો. ટોળાએ પહેલા સામે પથ્થરમારો કર્યો હતો. ત્યાર બાદ તે વ્યક્તિને ખેંચી કાઢ્યો હતો. ટોળાએ તેને માર મારવાનું શરૂ કર્યું હતું. જો કે તે બેભાન થઇ જતા લોકો હટી ગયા હતા. સ્થાનિકોએ તત્કાલ 108 ને બોલાવી હતી. 


કોંગ્રેસના શરમજનક પરાજયનું કારણ શું? કાર્યકરે હાઇકમાન્ડને લખ્યો ખુલ્લો પત્ર, જરૂર વાંચો


ગંભીર રીતે ઇજાગ્રસ્ત વ્યક્તિને તત્કાલ સારવાર માટે સ્થાનિક હોસ્પિટલમાં ખસેડાયો હતો. જો કે ત્યાર બાદ તેને ત્યાંથી ભાવનગર રિફર કરવામાં આવ્યો હતો. જ્યાં સારવાર માટે તેને ભાવનગર લઇ જવા દરમિયાન જ તેનું મોત નિપજ્યું હતું. જો કે પથ્થરમારામાં વ્યક્તિનું મોત નિપજતા સમગ્ર ઘોઘામાં ચકચાર મચી ગઇ છે. જો કે તે વ્યક્તિ ભાજપનો કાર્યકર હતો કે કેમ? તેણે ટોળાને પથ્થર કેમ માર્યો તે અંગે હજી સુધી કંઇ જ સામે આવ્યું નથી. હાલ તો પોલીસ દ્વારા આ અંગે કેસ દાખલ કરીને તપાસ આદરવામાં આવી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube