ઝી મીડિયા બ્યુરો: ભાવનગરના તળાજા મહુવા હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતની ઘટનામાં બે વ્યક્તિના મોત નીપજ્યા છે. જ્યારે અન્ય 3 ગંભીર ઈજાગ્રસ્ત થયા હતા. જો કે, અકસ્માતના પગલે પોલીસ કાફલો અને 108 ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી. જ્યાં 108 ની મદદથી ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને મૃતદેહોને પીએમ અર્થે ખસેડ્યા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મળતી માહિત મુજબ, ભાવનગરના તળાજા મહુવા હાઈવે પર એસટી બસ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક પરિવાર કારમાં મહુવા તરફ જઈ રહ્યો હતો. દરમિયાન સામેથી આવતી એસટી બસ સાથે કાર ધડાકાભેર અથળાઈ હતી. જેમાં કારનો કચ્ચરઘાણ બોલાઈ ગયો હતો. આ અકસ્માતની ઘટનામાં કારમાં સવાર પતિ-પત્નીનું મોત નીપજ્યું હતું. જ્યારે તેમના બે બાળકોને ગંભીર ઈજા પહોંચી હતી.


આ પણ વાંચો:- પતિના મૃતદેહ પાસે પત્નીનો ભારે આક્રંદ, અકસ્માતમાં ઘટના સ્થળ પર યુવાનનું મોત


કાર અકસ્માતમાં બ્રિજરાજસિંહ જાડેજા અને જાગૃતિબા બ્રિજરાજસિંહ જાડેજાનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું. જ્યારે 11 વર્ષીય કાવ્યરાજ અને 9 વર્ષીય કીર્તિબા સહિત 3 ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. ત્યારે આ બંને બાળકોને રેફરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જો કે, અકસ્માતના પગલે પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જ્યાં પોલીસ દ્વારા અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube