ડાન્સરના દુપટ્ટામાં મોઢું નાંખી, કમરમાં હાથ ફેરવીને અશોક વાઢેરે કર્યો ડાન્સ, Video Viral
- ભાવનગરના અપક્ષ ઉમેદવાર અશોક વાઢેર ડાન્સરના દુપટ્ટામાં મોઢું નાંખીને, તેમની કમરમાં હાથ નાંખીને ડાન્સ કરતા દેખાઈ રહ્યાં છે. આ વીડિયો ચૂંટણી ટાંણે જ વાયરલ થયો છે
નવનીત દલવાડી/ભાવનગર :ચૂંટણી આવે એટલે એકબીજાને નીચે પાડવાનો ખેલ શરૂ થઈ જાય છે. વિરોધી ઉમેદવારોને ખુલ્લા પાડવામાં આવે છે. તેમના વિવાદાસ્પદ નિવેદનોના વીડિયો તથા અન્ય વીડિયો વાયરલ કરવામા આવે છે. ત્યારે ભાવનગરથી એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. ચૂંટણી લડી રહેલા એક ઉમેદવારનો ડાન્સર સાથે ડાન્સ કરતો વીડિયો વાયરલ (viral video) થયો છે. જેમાં ભાવનગરના અપક્ષ ઉમેદવાર અશોક વાઢેર (ashok wadher) ડાન્સરના દુપટ્ટામાં મોઢું નાંખીને, તેમની કમરમાં હાથ નાંખીને ડાન્સ કરતા દેખાઈ રહ્યાં છે. આ વીડિયો ચૂંટણી ટાંણે જ વાયરલ થયો છે.
આ પણ વાંચો : ચમત્કારિક ઘડામાં ગમે તેટલું પાણી નાંખો છતાં ભરાતો નથી, પી ગયું છે 50 લાખ લીટર પાણી
ભાવનગરમાં મહુવા વોર્ડ નંબર 6 ના ઉમેદવારનો વીડિયો વાયરલ થયો છે. વોર્ડ નંબર 6 ના ઉમેદવાર અશોક વાઢેર અપક્ષ ચૂંટણી લડી રહ્યાં છે. ભાજપ (BJP) થી નારાજ અશોક વાઢેરે તાજેતરમાં જ પક્ષ સાથે છેડો ફાડ્યો હતો અને વિકાસ પેનલમાં જોડાયા હતા. ત્યારે હાલ તેઓ અપક્ષ ચૂંટણી લડી રહ્યાં છે. ત્યારે મતદાનને થોડા દિવસ જ બાકી છે, ત્યાં અશોક વાઢેરનો વિવાદાસ્પદ વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં અશોક વાઢેર દારુ પીને ડાન્સ કરતા હોય એવું દેખાય છે. સાથે જે તેઓ એક નહિ, ચાર-ચાર ડાન્સર વચ્ચે નાચી રહ્યાં છે. ડાન્સરના દુપટ્ટામાં પોતાનું મોઢું નાંખીને તથા ડાન્સરના કમરમાં હાથ નાંખીને તેઓ ડાન્સ કરતા દેખાઈ રહ્યાં છે.
ત્યારે વાયરલ વીડિયોનો મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. અશોક વાઢેરે વાયરલ વીડિયો મામલે પોલીસને અરજી આપી છે. વાયરલ વીડિયો પોતાને બદનામ કરવાનું કાવતરું છે તેવું તેમણે જણાવ્યું. જોકે, વીડિયો ક્યાંનો અને ક્યારનો છે એ સ્પષ્ટ નથી થયું.
મેં વીડિયો વાયરલ કર્યો છે - મહુવા ભાજપ શહેર પ્રમુખ
વાયરલ વીડિયો મામલે અશોક વાઢેરે કહ્યું કે, આ વીડિયો ખોટો છે. આ વીડિયો દ્વારા મને બદનામ કરવામાં આવ્યો છે. વીડિયોમાં જે પણ દેખાઈ રહ્યું છે તે ખોટું છે તેથી આ મામલે મેં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ કરી છે. તો બીજી તરફ, 24 ફેબ્રુઆરીના રોજ રજની ઠાકર નામના શખ્સે આ વીડિયા વાયરલ કર્યો છે. જેઓ મહુવા શહેર ભાજપના પ્રમુખ છે. તેમણે ખુલાસો કરતા કહ્યું કે, આ વીડિયો મેં જ વાયરલ કર્યો છે. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાની રેલીમાં કાર્યક્રમ પહેલા ખાલી ખુરશીઓના ફોટો પાડીને તેને સોશિયલ મીડિયા પર જે રીતે વાયરલ કરવામાં આવ્યા છે, તેના જવાબ રૂપે આ વીડિયો વાયરલ કરવામાં આવ્યો છે.