નવનીત દલવાડી/ભાવનગર : વિશ્વની સૌથી મોટી મહામારી કોરોના સામે સમગ્ર વિશ્વ એકજૂથ બની લડી રહ્યું છે, ત્યારે અનેક એવા લેભાગુ તત્વો પણ છે જે એમાંથી વિકૃત આનંદ માણી રહ્યા છે, હાલ ચાલી રહેલા કોરોનાના સમય માં લોકો ને મદદ કરવાની તો વાત જ દૂર રહી પણ અમુક તત્વો લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે, એવો જ લોકોને ગેરમાર્ગે દોરતો  એક મેસેજ સોશિયલ મીડિયામાં હાલ વાયરલ થઈ રહ્યો છે, જો કે કલેકટર ગૌરાંગ મકવાણા ના ધ્યાને આવતા આ મેસેજ તદ્દન ખોટો હોવાનું તેમણે જણાવ્યું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સોશિયલ મીડિયામાં ખોટો મેસેજ વાયરલ
સરકાર દ્વારા સમયાંતરે અનેક પ્રકાર ની જાહેરાતો કરવામાં આવતી હોય છે જે જાહેરાતો ના પ્લેટફોર્મ માટે ટીવી મીડિયા, પ્રિન્ટ મીડિયા તેમજ રેડિયો સંદેશ ને માધ્યમ બનાવવામાં આવે છે, ત્યારે કોરોનાથી જેમનું મૃત્યુ થયું હોય તેમના માટે સરકાર દ્વારા રૂપિયા 4 લાખની સહાય ચુકવવામાં આવતી હોવાનું એક ફોર્મ અને સંપર્ક નંબર સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે, પરંતુ આ વાત તદ્દન ખોટી હોવાનું તેમજ જેનાથી કોઈપણ વ્યક્તિઓએ ગેરમાર્ગે ન દોરાવા માટે જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણા દ્વારા જણાવવામાં આવ્યું છે.


ખોટા મેસેજ થી લોકોએ સાવચેતી રાખવી જરૂરી
વોટ્સએપના માધ્યમથી કોરોના મૃતકોને સહાય અંગેનું ફોર્મ વાયરલ થઈ રહ્યું છે. તેમાં એક મોબાઈલ નંબર પણ આપવામાં આવ્યો છે. પરંતુ લોકો જ્યારે તે નંબર પર તેનો સંપર્ક કરવા પ્રયત્ન કરે છે ત્યારે તે નંબર ઉપર વાતચીત થઈ શકતી નથી. ત્યારે આવી કોઈપણ સહાય ગુજરાત સરકાર દ્વારા ચૂકવવામાં આવતી ન હોવાથી લોકોએ ભરમાવું ન જોઈએ. તેમજ આ સહાયનું ફોર્મ બનાવટી છે અને સરકાર દ્વારા એવી કોઈ સહાય ચૂકવવામાં આવતી ન હોય જે વાયરલ થયું છે તે ખોટું છે તેમજ કોરોનાકાળમાં લોકોએ સાવચેત રહેવું જરૂરી છે. એવું ભાવનગર કલેકટર ગૌરાંગ મકવાણા એ જણાવ્યું હતું.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube