નવનીત દલવાડી, ભાવનગર: ભાવનગર શહેરના હાદાનગર વિસ્તારમાં એકતરફી પ્રેમમાં પાગલ યુવકે એક વિદ્યાર્થીનીને છરીના ઘા ઝીંકી દેતા ચકચાર મચી છે. ગત સાંજે ધો.૧૨ ની પરીક્ષા આપી પોતાના ઘરે પરત ફરતી એક વિદ્યાર્થીનીને તેનાજ ઘર નજીક એક તરફી પ્રેમમાં પાગલ યુવકે છરીના બે જીવલેણ ઘા ઝીંકી દેતા વિદ્યાર્થીનીને ગંભીર હાલતમાં ભાવનગરની સર.ટી. હોસ્પીટલમાં ખસેડવામાં આવી છે. જ્યાં તેનું તાકીદે ઓપરેશન હાથ ધરી આઈ.સી.યુ માં ખસેડવામાં આવી છે.જયારે પોલીસે આ બનાવમાં છરીનો ઘા ઝીંકનાર યુવક અને તેની મદદગારી કરનાર યુવકની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાવનગર શહેરના હાદાનગર વિસ્તારમાં રહેતી એક વિદ્યાર્થીની કે જેના પ્રેમમાં એકતરફી પાગલ યુવકે છરીના ઘા ઝીંકી દેતા તે હાલ જીવનમરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે. પિતા લકવાગ્રસ્ત સ્થિતિમાં હોય જેથી માતા એક ખાનગી દવાખાનામાં નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવી રહી છે.આ વિસ્તારમાં કાયમી આવારા ઈસમોનો ત્રાસ જોવા મળી રહ્યો છે જેમાં શાળા-કોલેજમાં આવતી જતી વિદ્યાર્થીનીની છેડતી સામાન્ય ઘટના બની ગઈ છે. 


આ વિસ્તારમાં પોલીસની કોઈ ધાક ના હોય આવારા તત્વો બેફામ બન્યા છે. જેને લઇ આ વિસ્તારમાં રહેતા વિશાલ મકવાણા નામનો ઇસમ કે જે હીરાના કારખાનામાં ઓપરેટર તરીકે કામ કરતો હોય અને દારૂ પીવાની લત ધરાવતો હોય જેને આ વિસ્તારની એક વિદ્યાર્થીની સાથે એક તરફી પ્રેમ હોય પરંતુ વિદ્યાર્થીની આ બાબતે કોઈ ભાવ ના આપતા તેની સાથે આ ઇસમ અવારનવાર પ્રેમ સંબંધ બાંધવા બોલાચાલી કરતો હતો. જેથી આ અંગેની દાઝ રાખી વિદ્યાર્થીની ગઈકાલે સાંજે ધો.૧૨ માં પોતાનું પેપર આપી ઘરે પરત ફરી રહી હતી ત્યારે બાઈક પર આવેલા વિશાલ મકવાણા અને તેના એક સાગરીતે તેન અટકાવી પેટના ભાગે છરીના બે જીવલેણ ઘા ઝીંકી દેતા તેના ગંભીર હાલતમાં ભાવનગરની સર.ટી.હોસ્પીટલમાં ખસેડવામાં આવી હતો. જ્યાં તેનું તાકીદે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને ઓપરેશન બાદ પણ તેની સ્થિતિ ક્રીટીકલ જણાતા હાલ તેના આઈ.સી.યુ માં રાખવામાં આવી છે અને જેમાં ૭૨ કલાક સુધી તેની સ્થિતિ ગંભીર હોવાનું ડોકટરે જણાવ્યું છે.


આ બનાવના પગલે તાકીદે બોરતળાવ પોલીસ મથક નો પોલીસ કાફલો ત્યાં દોડી ગયો હતો અને પોલીસે વિવિધ ટીમો બનાવી આ બનાવના બંને આરોપીઓને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી હતી. બનાવના ગણતરીના કલાકોમાં પોલીસે આ બનાવના આરોપી એવા વિશાલ મકવાણા અને તેની મદદગારી કરનાર યુવકને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


ભાવનગર શહેરમાં લુખ્ખા તત્વોનો વઘતો જતો ત્રાસ પોલીસની નબળી કામગીરીનો નમુનો છે. જયારે પોલીસ સાચા અર્થમાં તેની ભૂમિકા ભજવે તેવી આશા શહેરીજનો કરી રહ્યા છે. જયારે પોલીસની ગુનાહિત કૃત્યોને ડામવાની આ કાર્યવાહી શહેરીજનોમાં એક પ્રકારે રાહતનો અનુભવ કરાવશે તેવું કહેવું ખોટું નથી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube