નવનીત દલવાડી/ભાવનગર: શહેરમાં છેલ્લા 15 દિવસમાં તાવ, શરદી, ઉધરસ સહિતના 1000 કરતાં વધુ દર્દીઓ નોંધાયા છે. નાના બાળકો અને વડીલો વાયરલ ઇન્ફેક્શનનો ભોગ બની રહ્યા છે. આ આંકડા માત્ર સરકારી હોસ્પિટલના છે, જ્યારે ખાનગી હોસ્પિટલમાંમાં બમણા દર્દીઓ નોંધાઇ રહ્યા છે. ત્યારે મેડિકલ ઓફિસર દ્વારા ખૂબ સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાવનગર શહેરમાં શિયાળાના પ્રારંભે લોકોએ મિશ્ર ઋતુનો અનુભવ કર્યો હતો, જેમાં દિવસે ઉનાળા જેવી ગરમી અને રાત્રે ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો, અને હવે શિયાળાની કડકડતી ઠંડીની શરૂઆત થઈ ગઈ છે, અગાઉ બેવડી ઋતુ અને ઠંડીના કારણે લોકોમાં અને ખાસ કરીને બાળકો અને વડીલોના રોગપ્રતિકારક શક્તિમાં ઘટાડો થઈ રહ્યો છે, ત્યારે બેવડી ઋતુના ચડાવ ઉતારના કારણે શરદીજન્ય રોગોએ પણ માથી ઊંચક્યું છે, જેમાં શહેરમાં નાના બાળકો અને વડીલોમાં શરદી, ઉધરસ અને તાવના દર્દીઓ વધુ જોવા મળી રહ્યા છે.


આ પણ વાંચો:


યુવાઓ માટે સારા સમાચાર! ગુજરાત પોલીસ ભરતી 2023ને લઈને મોટા સમાચાર


કુદરતની કરામત કહો કે ગ્લોબલ વોર્મિગ! કડકડતી ઠંડીમાં કેસુડો ખીલતા આશ્ચર્ય


છોટાઉદેપુરના આ યુવકને દિલથી સલામ! ખેતી કરવા અનોખો સસ્તો રસ્તો શોધ્યો!


માત્ર શહેરના સરકારી હેલ્થ સેન્ટર માં સારવાર લેવા આવનાર દર્દીઓની વાત કરીએ તો 15 દિવસમાં 1000 થી વધુ દર્દીઓ નોંધાઇ ચૂક્યા છે, જ્યારે ખાનગી હોસ્પિટલો માં પણ અનેક દર્દીઓ સારવાર માટે આવી રહ્યા છે. શહેરમાં સીએચસી અને અર્બન હેલ્થ સેન્ટરમાં આવા દર્દીઓની સંખ્યા ખૂબ વધારે જોવા મળી રહી છે, જેના કારણે શહેરના આરોગ્ય વિભાગ હસ્તકના 14 હેલ્થ સેન્ટરમાં છેલ્લા 15 દિવસમાં 1000 કરતા વધુ દર્દીઓ નોંધાયા છે. 


આ બાબતે શહેરના જાણીતા બાળકોના ડોકટર ભૃગુ દવે સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે 5 વર્ષ કરતા નાના બાળકોમાં ન્યૂમોનિયા ના લક્ષણો જોવા મળી રહ્યા છે. શરદી, ઉધરસ, તાવ અને શ્વાસની તકલીફના દર્દીઓ નોંધાઇ રહ્યા છે, ત્યારે બાળકોને યોગ્ય સમયે રસી લેવડાવી લેવી જોઈએ, તેમજ આવા સમયે બાળકો અને વડીલોની યોગ્ય સારસંભાળ રાખવી જોઈએ. 


આ પણ વાંચો:


ગુજરાતમાં મહિલાઓ નથી સલામત, દર મહિને 45 મહિલાઓ પર બળાત્કાર


કેરીના રસિકો માટે ખુશખબર : આફૂસ અને કેસર ભરપૂર આવશે, ડિસેમ્બરે આપ્યા આ સંકેત


ગુજરાત કેબિનેટમાં ધો. 6થી 8 વિદ્યાર્થીઓ માટે મોટી જાહેરાત,આ યોજના મજૂરોનું પેટ ઠારશે


જ્યારે મનપા ના મેડિકલ ઓફિસર આર.કે સિંહા એ પણ શહેરમાં વાયરલ ઇન્ફેક્શન ના રોજના 100 થી વધુ દર્દીઓ નોંધાતા હોવાનો સ્વીકાર કરતા જણાવ્યું હતું કે ઠંડી વસ્તુ ખાવાનું ટાળવું જોઈએ, ઠંડી ના લાગે એ માટે પૂરતા ગરમ કપડાં પહેરવા જોઈએ, પરંતુ આમાં ગભરાવાની કોઈ જરૂર નથી. તેમજ કોરોનાનું સંક્રમણ હાલ સામાન્ય હોવાથી કોઈપણ જાતની ચિંતા નહી કરવા જણાવ્યું હતું.