નવનીત દલવાડી/ભાવનગર :ભાવનગર જિલ્લાના પાલીતાણા ખાતે સોમવારે સાંજના સમયે બે પાડોશી વચ્ચે થયેલા ઝઘડામાં પાડોશીએ બાજુએમાં રહેતી મહિલાને તેમના 6 વર્ષના પુત્રની નજર સામે જ સળગાવી દેતા ભારે ચકચાર મચી ગઈ છે. જો કે હાલ આ મહિલા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. મહિલાના પતિએ પાડોશમાં રહેતા 5 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાવનગરના પાલીતાણા ખાતે શક્તિનગરમાં રહેતા નીતાબેન જેન્તીભાઇ સરવૈયાને તેમના પાડોશમાં રહેતા 5 લોકોએ જીવતા સળગાવી દીધા હતા. હાલ તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. નીતાબેન તાજેતરમાં પોતાના ઘરે એક શ્વાન ઘરમાં પાળવા માટે લાવ્યા હતા અને તેનું નામ સોનુ રાખ્યુ હતું. જોગાનુજોગ તેમની પાડોશમાં રહેતી મહિલાનુ નામ પણ સોનુ હતું. પોડાશી સોનુ નામની મહિલાને શ્વાનનુ નામ સોનુ રાખવુ પસંદ ન હતું. જેના કારણે બંને પાડોશીઓ વચ્ચે અનેકવાર ઝઘડા થતા હતા.


આ પણ વાંચો : Papar Leak ના સળગતા મુદ્દા બાદ પણ અસિત વોરા શુભેચ્છા મુલાકાત કરે છે, CM સાથે બેઠક કરી


આવામાં એકવાર ગુસ્સામાં આવેલા સોનુ નામના પાડોશીએ નીતાબેનને જીવતા સળગાવી દીધા હતા. પાલીતાણામાં જાણે કે માથાભરે ગુનેગારો બેફામ બન્યા હોઈ અને પોલીસનો ડર જ ના હોઈ તેમ ધોળા દિવસે મહિલાના ઘરમાં ઘૂસીને 5 લોકોએ તેને જીવતી સળગાવી હતી. જો કે હાલ મહિલાની સ્થિતિ ગંભીર છે. ભાવનગરની સિવિલ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલ મહિલાએ તેમની બાજુમાં રહેતા 5 લોકો સામે નામ જોગ ફરિયાદ કરી હતી. પોલીસે ફરિયાયાદ નોંધીને આરોપીઓ સામે શોધખોળ શરૂ કરી છે. પોલીસે મહિલાની ફરિયાદના આધારે 3 પુરુષ અને 2 મહિલાની શોધખોળ શરૂ કરી છે.  


આ પણ વાંચો : મુસ્લિમ મહિલાઓ ઘરનો દરવાજો ખખડાવીને પૂછી રહી છે એક સવાલ, સુરતમાં બની અજીબ ઘટના


ભાવનગરના પાલીતાણામાં શક્તિનગરમાં રહેતા જેન્તીભાઇ પોતાના કામ ધંધાર્થે બહાર ગયા હતા ત્યારે પાડોશીએ તેમની પત્ની સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી. તે સમયે નીતાબેન ઘરમાં એકલા હતા. પાડોશી નીતાબેનના ઘરમાં ઘુસી ગયા હતા અને તેમની ઉપર કેરોસીન છાંટીને જીવતા સળગાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. જો કે આ ઘટનામાં નીતાબેન ગંભીર રીતે દાઝી ગયા હતા. તેમને તાત્કાલિક ભાવનગર હોસ્પિટમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના બાદ પોલીસનો કાફલો દોડી ગયો હતો અને ફરિયાદ લઇ તપાસ હાથ ધરી હતી.