ભાવનગરઃ જિલ્લામાં પણ મેઘરાજાએ મેઘમહેર વરસાવી હતી અને ગઇકાલે મહુવા અને જેસર તાલુકામાં સરેરાશ 6 ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો. જેને કારણે જિલ્લાનાં જેસર અને મહુવા તાલુકાની માલ મિલકતને મોટું નુકસાન થવા પામ્યું હતું. ભારે વરસાદને કારણે સ્થાનિક તંત્રએ સાવચેતીના પગલા ભર્યા હતા. પરંતુ મહુવાનાં વાઘનગર ગામે આશરે 17 થી 18 મકાનો ભારે વરસાદને કારણે ધરાશાયી થયા હતા. તો બીજી બાજુ ભારે વરસાદને કારણે 2 લોકોનાં મોત નિપજયા હતા. જયારે 25 જેટલાં પશુ ભારે વરસાદને કારણે મોતને ભેટ્યા છે. ભાવનગર પંથકમાં ભારે વરસાદને પગલે પૂરની સ્થિતિનું નિર્માણ થયું હતું. જેને લીધે 400થી વધુ પરિવારોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. ઉપરાંત  અનેક ગામો સંપર્કવિહોણા થતાં સ્થાનિક તંત્રએ સઘન કામગીરી હાથ ધરી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બંધારો તૂટ્યો
ભાવનગરમાં ભારે વરસાદના કારણે ખેતરોમાં પાણી ફરી વળ્યા છે. ખેડૂતોએ બનાવેલ મેથાળા બંધારામાં ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે 70 ફુટનું ગાબડું પડી ગયું હતુ. ગાબડુ પડવાના કારણે વરસાદનું પાણી દરિયામાં વહી ગયુ હતુ.