ભાવનગરના ખેડૂતે ગોમુત્રના ઉપયોગથી ખેતીમાં કરી બમણી કમાણી, આ છે ટેકનિક
પરંતુ ઇઝરાયલ જેવા દેશો વિશ્વના અનેક દેશોને ઓછા વરસાદની સ્થિતિમાં મહત્તમ કૃષિ ઉત્પાદન કઈ રીતે મેળવવું અને રસાયણમુક્ત ખેતી કઈ રીતે કરવી તે બાબતની તમામ જાણકારી કૃષિ તજજ્ઞો દ્વારા આપવામાં આવી હતી.
નીતીન ગોહીલ/ભાવનગર: શહેરનાં ચિત્રા વિસ્તારમાં આવેલ બારૈયાની વાડી તરીકે ઓળખાતા વિસ્તારમાં રહેતા તથા ખેતી સાથે સંકળાયેલ શાંતિભાઈ મંગુભાઈ બારૈયાએ વર્ષોથી ખેતી કરે છે. બદલાઈ રહેલ આબોહવા અને વરસાદની અનિયમિતતાને કારણે ગુજરાતમાં ખેતી કરવી ખરેખર મુશ્કેલ સાબિત થઈ રહી છે. પરંતુ ઇઝરાયલ જેવા દેશો વિશ્વના અનેક દેશોને ઓછા વરસાદની સ્થિતિમાં મહત્તમ કૃષિ ઉત્પાદન કઈ રીતે મેળવવું અને રસાયણમુક્ત ખેતી કઈ રીતે કરવી તે બાબતની તમામ જાણકારી કૃષિ તજજ્ઞો દ્વારા આપવામાં આવી હતી. આ બાબત પરથી પ્રેરણા લઈને શાંતિભાઈએ પોતાની વાડીમાં માત્ર દેશી છાણીયા ખાતર તથા એરંડાનો ખોળ સહિતની દેશી સામગ્રીનો ઉપયોગ કરીને રીંગણી તથા દેશી મરચીનું વાવેતર કર્યું હતું વાવેતર સમય ખૂબ ઓછા માત્રામાં વિલાયતી ખાતર અને અન્ય બાબતોનો ઉપયોગ કર્યો હતો.
ઇઝરાયલ ટેકનિકથી ઓછા પાણીમાં પણ થશે સારૂ વાવેતર
રીંગણી તથા મરચીનું બિયારણ આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા પ્રમાણિત કરવામાં આવેલું છે. આ બિયારણ ઇઝરાઇલનાં કૃષિ દ્વારા તૈયાર કરવામાં આવેલું છે. આ બિયારણની ખાસ વિશેષતાએ છે કે વાવેતરથી લઈને ફાલ આવતાં સુધીમાં ઓછું પાણી જંતુનાશક દવા તથા છોડ વૃદ્ધિ માટે ખૂબ ઓછી માત્રામાં જરૂર પડે છે. રીંગણ અને મરચાનો છોડ સંપૂર્ણ પણે ઝેર મુક્ત હોય એને લગતા ફાલ પણ ઝેરી તત્વોથી મુક્ત હોય છે. હાલનુ ચોમાસું અને પાણીની તીવ્ર અછત વચ્ચે વર્તમાન આફતને પણ તકમાં પરિવર્તિત કીરને પ્રગતિશીલ ખેડૂત શાંતિભાઈએ કરેલી ખેતીથી અન્ય ખેડૂતો આ ખેતી તરફ આકર્ષિત થયા છે. તેમના જણાવ્યાનુસાર રીંગણીમાં પ્રતિ વીઘા ખર્ચ બાદ કરતા સીઝન દરમ્યાન રૂપિયા 3500 થી લઈને 55000 જેવો નફો સરળતાથી મળી શકે તેમ છે.
[[{"fid":"189298","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Best-Farma","field_file_image_title_text[und][0][value]":"Best-Farma"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Best-Farma","field_file_image_title_text[und][0][value]":"Best-Farma"}},"link_text":false,"attributes":{"alt":"Best-Farma","title":"Best-Farma","class":"media-element file-default","data-delta":"1"}}]]
ઓછા ખર્ચમાં થશે વધારે ફાયદો
ભાવનગર જીલ્લામાં છેલ્લાં કેટલાક વર્ષોથી ચોમાસા દરમ્યાન વરસાદની અનિયમિતતા, સિંચાઈ, પિયત નો અભાવ મહામહેનતે પકવેલ ખેત પેદાશના પોષાણ પ્રમાણે પણ ભાવો ન મળતા સહિતના સેંકડો પડકારો ખેતીને ખર્ચાળ બનાવી રહ્યા છે. શાંતિભાઈ મંગુભાઈ બારૈયા અગ્રણી અને પ્રગતિશીલ ખેડૂતએ રીંગણાની શ્રૈષ્ઠ ખેતી સાબીત કરી છે. પ્રાચીન ખેત પદ્ધતિ તથા આધુનિક બિયારણ ટક્નોલોજીનો મહત્તમ ઉપયોગ કરી ખુબ ઓછા સમયમાં, ઓછા પાણી તથા અન્ય ખર્ચની મદદ વડે ટૂંકા સમયગાળાની સારી ખેતી થકી અન્ય ખેડુતોને રાહ ચિધ્યો છે. એક વિઘા દીઠ કુલ ખર્ચ સમગ્ર સિઝનનો રૂ. 8 થી 10 હજાર જેટલો સરેરાશ ખર્ચ લાગે છે. જેમાં ખેડુત વિઘા દીઠ રૂ 25થી 35 હજાર જેવું આર્થીક વળતર મેળવી શકે છે.
[[{"fid":"189299","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"kheti.jpg","field_file_image_title_text[und][0][value]":"kheti.jpg"},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"kheti.jpg","field_file_image_title_text[und][0][value]":"kheti.jpg"}},"link_text":false,"attributes":{"alt":"kheti.jpg","title":"kheti.jpg","class":"media-element file-default","data-delta":"2"}}]]
ગૌમુત્રના દ્રાવણથી થશે ફાયદો
રોપાના વિકાસ સમયે જરૂર જણાયે ગૌમુત્ર, લીમડાનું દ્વાવણ જરૂરીયાત મુજબ છાંટવું આથી છોડ તથા પાક કિટકોનો ઉપદ્રવ થશે નહી અને રાસાયણીક ઝંતુનાશક દવાનો ઉપયોગ કરવો પડશે નહી. પ્રારંભ કાળથીજ છાણીયા ખાતરનો સારો ઉપયોગ હોવાને કારણે જમીનની ભેજ સંગ્રહ કરવાની ક્ષમતા વધશે પરિણામે પિયત ઓછું આપવું પડશે ઉપરાંત ખેડુતે છોડની જરૂરીયાતો અનુસાર શક્ય હોય ત્યાં સુધી રાત્રે પિયત આપવુ જે એક સારૂ પરિણામ મારા અનુભવ મુજબ નોંધ્યું છે.
[[{"fid":"189300","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Bahvnagar-Khedut-1.jpg","field_file_image_title_text[und][0][value]":"Bahvnagar-Khedut-1.jpg"},"type":"media","field_deltas":{"3":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Bahvnagar-Khedut-1.jpg","field_file_image_title_text[und][0][value]":"Bahvnagar-Khedut-1.jpg"}},"link_text":false,"attributes":{"alt":"Bahvnagar-Khedut-1.jpg","title":"Bahvnagar-Khedut-1.jpg","class":"media-element file-default","data-delta":"3"}}]]
રિંગણથી થશે શરીરને ફાયદો
રિંગણા બારે માસ માર્કેટમાં મળે છે પરંતુ શ્રેષ્ઠ રીંગણા તથા આરોગવાની સારી ઋતુ શરદ ઋતુ છે. આયુવૈદ શાસ્ત્રમાં પણ રીંગણાના બહોળા ગુણ ગાણ ગવાયા છે. શાસ્ત્રના મત મુજબ શિશિર ઋતુમાં રીંગણા આરોગવાથી શરિર પૃષ્ઠ બને છે ધાતુ માંસ પેશીઓ મજબુત બને છે રીંગણા બળ પ્રદાન કરનાર તથા કફાદોષનું શમન કરનાર જણાવ્યા છે. રોગ પ્રતિકારક શક્તિમાં વૃધ્ધી થાય છે. ખનીજ તત્વોમાં ભંડાર એવા રીંગણા આરોગવાતી અનેક પ્રકારના ફાયદા ઓ વર્ણવ્યા છે પરંતુ જે લોકોના શરીરમાં પિત્ત પ્રોકપ જવર કે ગરમીનુ પ્રમાણ વધુ હોય તેવા વ્યક્તિઓનુ પ્રમાણસર રીંગણાનો ઉપયોગ કરવો હિતાવહ છે.