ભૌમિક સિદ્ધપુરા/ભાવનગર: જીલ્લો ડુંગળીમાં વાવેતર શિયાળામાં વધુ કરતો હોઈ છે આમ તો જીલ્લો દેશનો બીજો એવો છે કે જ્યાં સૌથી વધું ડુંગળીનું વાવેતર થાય છે. પણ અફ્સોસની વાત એ છે કે ખેડૂતને ભાવ માટે હમેશા પોતાનું નુકશાન સહન કરવું પડે છે. છેલ્લા ઘણા વર્ષોથી ભાવો મળતા નથી અને ખેડૂત યાર્ડમાં લાવે ત્યારે ક્યાંક અચકાતો અચકાતો ડુંગળી લઈને આવે છે કે તેને આર્થિક નુકશાન સહન કરવાનું છે. હાલ ભાવનગર યાર્ડમાં રોજની 50 હજારથી વધુ ગુણીની આવક છે. અને ભાવ આજે ૨૦ થી લઈને 70માં જઈને અટકયા છે ખેડૂત માને છે. કે હવે સરકાર સહાય નહી આપે તો આત્મહત્યા સિવાય કોઈ રસ્તો નથી તો યાર્ડનું તંત્ર પણ ખેડૂતની દશાને સમજીને સરકારને સમજવા ઈશારો કરી રહ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં હાલ ડુંગળીની આવક ફૂલ બહારમાં છે પરંતુ ખેડૂતની હાલત ભાવનગર જીલ્લો પુના બાદ ગુજરાતનો પ્રથમ એવો જીલ્લો છે કે જે ડુંગળી પકવવામાં અગ્રેસર છે. પરંતુ સ્થિતિ એવી છે કે, 2016થી ખેડૂતો ડુંગળીમાં રડી રહ્યા છે. 2016મા ભાવ ગગડી જતા સરકારે કિલોએ એક રૂપિયો એટલે એક ગુણીએ 50 રૂપિયાની જાહેરાત કરી હતી. જેમાં મહુવા સિવાયના પાલીતાણા,ભાવનગર અને તળાજાના ખેડૂતોને સહાયનો લાભ મળ્યો નહી સરકારે યાર્ડ દ્વારા ગેટપાસ નહી અપાતા હોવાના પગલે સહાય આપી નહી હવે ખેડૂતોની દશા આજે ફરી 2019માં ભાવો 20 રૂપિયા સુધી તળિયે આવી ગયા છે. 


ખેડૂતોએ માંગ કરી છે કે સરકાર જાગે અને ખેડૂતો માટે 150 રૂપિયા કિલોએ નિશ્ચિત કરવામાં આવે અએજ ભાવ 20થી લઈને 70 સુધીમાં સમેટાઈ ગયા છે. ખેડૂતોને પડતર ૧૫૦માં પડે છે. વાવેતર માટે ખેડૂતો લોન લઈ રહ્યા છે અને યાર્ડમાં ફાયદો થવાને બદલે ઘરના ખીચ્ચાના પૈસા જતા ખેડૂતને આત્મહત્યા કરવાનો સમય આવ્યો છે. છેલ્લા અઠવાડિયાથી ભાવ 100ની નીચે ગયા અને આજે ધીરે ધીરે હલકી ગુણવત્તાની ડુંગળી 20 રૂપિયે મણ અને સારામાં સારી ડુંગળી આજે ૭૦ રૂપિયે મણ પોહચી ગઈ છે. ખેડૂત વચેટીયાઓને હટાવી શકી નથી અને ખેડૂતોને દાઝ્યા પર દામ જેવી સ્થિતિમાં સરકાર સામે જોતી નથી જેથી આત્મહત્યા કરવી પડે તેવી સ્થિતિ સર્જાય હોવાનો બળાપો ખેડૂતો કાઢી રહ્યા છે.


અભ્યાસના નામે ગુજરાતમાં આવતા નાઇઝીરિયનોએ કર્યું સાઇબર ફ્રોડ


ડુંગળીનું વાવેતર સમગ્ર જીલ્લામાં સૌથી વધુ હોઈ છે શિયાળામાં ૩૦ હજારથી વધુ હેકટરમાં ડુંગળીનું વાવેતર થાય છે ખેડૂત બિયારણ 500 થી લઈને 12૦૦ સુધીના ખરીદે છે. ત્યાર બાદ ડુંગળીનું બિયારણ સોપીને ખેડૂત છ મહિના સુધી ડુંગળી પાકે નહી ત્યાં સુધી સાળ સંભાળ લેતો હોઈ છે. ટ્રેક્ટરથી ડીઝલ બાળીને ખેતર ખેડે છે અને મોંઘા ભાવના બિયારણ અને બાદમાં હજારો રૂપિયાની દવાનો છટકાવ કરે છે. બાદમાં ડુંગળી પાકે ત્યારે ખેતમજુરી માટે પણ મણએ 1૦૦થી વધુ કિંમત ચુકવે છે.


માંગરોળ લોએજ ગામે બે કાર વચ્ચે અકસ્માત, ઘટના સ્થળે ત્રણના મોત


28 રૂપિયાનો કોથળો એક ખેડૂતોને પડે છે અને યાર્ડમ પણ મજુરી કિલોએ 5૦ પૈસાથી લઈને દોઢ રૂપિયા સુધી ચુકવે છે યાર્ડમ છેલ્લા ત્રણ વર્ષમાં આંકડા પર નજર કરો તો 105થી લઈને 170 સુધી ભાવ રહ્યા હતા. જયારે નીચે ભાવ ગગડ્યા નથી પણ હવે 2019માં ખેડૂતને રોડ પર ફેકવાની સ્થિતિ આવી છે. કારણ કે, યાર્ડમ મબલખ પાક થતા રોજની 50 હજારથી વધુ ગુણી આવી રહી છે. ત્યારે ભાવો ગગડવાને પગલે યાર્ડનું તંત્ર પણ ખેડૂત નુકશાનમાં હોવાનું સ્વીકારે છે. અને છેલ્લા ત્રણ વરસથી ભાવ ખેડૂતોને 2૦૦ ઉપર પૂરતા મળ્યા નથી. ત્યારે હવે ભાવ સારી ગુણવતા ખાવા લાયક ડુંગળી માધ્યમ 40 રૂપિયા છે. આવી સ્થિતિમાં ખેડૂતનો રોષ વ્યાજબી છે.


બેંકની બહારથી ગ્રાહકના હાથમાંથી પૈસા ભરેલ બેગ ઝૂંટવી જતો ચોર ઝડપાયો


રાત દિવસ મંજુરી કરીને પાક પકવતા ખેડૂતોને પેટે પાટું પડ્યા જેવા સ્થિતિમાં પણ સરકાર મજાક કરવાનું છોડતી નથી. જીલ્લાના પ્રદેશ પ્રમુખ હોઈ કેન્દ્રીય કેબીનેટ મંત્રી અને શિક્ષણ મંત્રી હોવા છતાં ખેડૂતોને ત્રણ વરસથી સહાય મળી નથી બસ પુરાવો ગેટ પાસ નથી ત્યારે શું સવાલએ ઉભો થાય છે કે, યાર્ડના અન્ય પુરાવા કરત પણ ગેટ પાસનો પુરાવો સરકાર માટે સક્ષમ છે કે, પછી સહાય નહી આપવાની સરકારની લોલીપોપ છે. અને ખેડૂત સરકાર પાસે હવે સહાયની આશા સેવી રહ્યા છે.