નવનીત દલવાડી, ભાવનગરઃ શહેરના મુખ્ય પ્રવેશદ્વાર નારી ચોકડીથી સોમનાથ નેશનલ હાઇવેને જોડતો ચાર માર્ગીય બાયપાસ રસ્તો અતિ બિસ્માર બન્યો છે. ગુજરાત અને બહારના રાજ્યોમાંથી અલંગ, મહુવા, રાજુલા, પીપાવાવ અને સોમનાથ સુધી જવા માટે મુખ્ય હાઇવેને જોડતો આ બાયપાસ તદ્દન ખરાબ હાલતમાં છે. લોકો રોડની અવદશા જોઈને ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. માત્ર આ રોડ પરથી જ ફરજિયાત પસાર થવું પડતું હોવાથી વાહનોમાં મોટું નુકશાન વેઠવું પદે છે. જેથી વાહન ચાલકો પણ પરેશાની ભોગવવી રહ્યા છે અને રોડના નવિનીકરણની કામગીરી ઝડપથી હાથ ધરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાવનગર જિલ્લામાં રોડની ખરાબ હાલતના કારણે લોકો ખૂબ હાલાકી ભોગવી રહ્યા છે. સમગ્ર ગુજરાતમાં કદાચ સૌથી ખરાબ રોડ ભાવનગર જિલ્લાના ગણી શકાય એવી હાલત રોડ રસ્તાની થઈ ગઈ છે. રોડ પર રીપેરીંગના બહાને ખાડા પૂરવા માત્ર મોટા મોટા પથ્થરો ઠાલવી તંત્ર સંતોષ માની લે છે અને તેના પરથી વાહનો પસાર થતા થોડા દિવસમાં જ ત્યાં ફરી ખાડા પડી જાય છે. જેથી પરિસ્થિતિ એવી ને એવી જ રહે છે, ભાવનગરના મુખ્ય પ્રવેશદ્વાર એવા નારી ચોકડી બાયપાસ રોડની હાલત અતિ દયનીય બની છે. ડામર રોડ ધોવાઈ જતા માત્ર ખાડા નજરે પડે છે. બીજા જિલ્લાઓમાંથી આવતા લોકોને રસ્તાની ખરાબ હાલત જોઈને જ ખબર પડી જાય કે તેઓ ભાવનગર આવી પહોંચ્યા છે. 


આ પણ વાંચોઃ Corona Update: રાજ્યમાં નવા 16 કેસ, 1 મૃત્યુ, રિકવરી રેટ 98.76%


નારી ચોકડીથી સોમનાથ હાઇવેને જોડતા બાયપાસ રસ્તાની હાલત એટલી ખરાબ થઈ ગઈ છે કે હવે રોડની જગ્યા પર માત્ર ખાડા અને પથ્થરો દેખાઈ રહ્યા છે. રાજકોટ, અમદાવાદ, વડોદરા, સુરત અને અન્ય રાજ્યો માથી આવતા હજારો વાહનો અલંગ, મહુવા, રાજુલા, પીપાવાવ અને સોમનાથ સુધી જવા માટે આ એક માત્ર બાયપાસ રોડ પરથી જ પસાર થાય છે. ત્યારે રસ્તાની ખરાબ હાલતના કારણે વાહનોમાં નુકશાન થતું હોવાથી વાહન ચાલકો ખૂબ હાલાકી ભોગવી રહ્યા છે અને રસ્તાનું ઝડપથી રીપેરીંગ કરવામાં આવે એવી માંગ કરી રહ્યા છે.


નારી ચોકડી બાયપાસથી બુધેલ સુધીનો આશરે 15 કિમી રસ્તો એટલો ખરાબ થઈ ગયો છે કે જેમાં એક ફૂટ કરતા વધારે ઊંડા અને 10 ફૂટ કરતા વધુ પહોળા ખાડાઓ પડી ગયા છે. જેના કારણે તેને પસાર કરવામાં વાહન ચાલકોના સમય અને ઇંધણનો મોટાપાયે વ્યય થાય છે અને વધારામાં વાહનોમાં નુકશાન ભોગવવું પડે છે. આવા રસ્તાઓ પરથી હજારોની સંખ્યામાં મુસાફરી વાહનો અને માલવાહક ટ્રકો પસાર થતા સતત ધૂળની ડમરી ઊડતી હોવાથી વિઝીબિલિટી ઘટી જતાં અકસ્માતનો ભય કાયમ રહે છે. ધૂળની ડમરી ઉડવાના કારણે સ્થાનિક વિસ્તારના રહીશો પણ પરેશાની ભોગવી રહ્યા છે, અને આ રોડના રીપેરીંગની સતત માંગ કરી રહ્યા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube