નવનીત દલવાડી/ ભાવનગર: કહેવાય છે 'છોરું તો છોરું થાય, પણ માવતર કમાવતર ના થાય' આ કહેવત હવે ઘોર કળિયુગીમાં ખોટી પડી રહી છે. આજકાલ રાજ્યમાં નાના બાળકો તરછોડવાની અનેક ઘટનાઓ સામે આવે છે. સામાન્ય રીતે આવા કિસ્સાઓમાં જનેતા પોતાના અનૈતિક સંબંધોના કારણે જન્મેલા બાળકને તરછોડતી હોય છે. ત્યારે આજે લાભ પાંચમના પાવન પ્રસંગે ભાવનગરમાંથી એક નવજાત શિશું મળી આવતા વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. ભાવનગરના જેસર તાલુકાના બેડા ગામના વાડી વિસ્તારમાંથી એક નવજાત બાળક મળી આવતા તેણે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું છે. બીજી બાજુ પોલીસે આ ઘટનાની માહિતી મળતા ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ હાલ બાળકને તરછોડનાર જનેતાની શોધખોળ આદરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે ભાવનગરના જેસર તાલુકાના બેડા ગામે રુખડભાઈ મકવાણાની વાડીમાંથી જીવિત નવજાત શિશુ મળી આવ્યું હતું. ગતરાત્રીના રુખદભાઈ મકવાણાની કપાસની વાડીમાં એક નવજાત બાળકનું કરૂણ રુદન સંભળાયું હતું. જેના કારણે તેમણે તપાસ કરતા વાડીમાંથી જીવિત નવજાત શિશુ મળી આવતા પોલીસને તાત્કાલિક ઘટનાની જાણ કરાઈ હતી. ત્યારબાદ નવજાત શિશુને સારવાર માટે ભાવનગર હોસ્પિટલ ખસેડી હતી. બીજી બાજુ પોલીસને પણ આ ઘટનાની જાણ કરવામાં આવી હતી. જેના કારણે પોલીસે આ ઘટનામાં આગળની કાર્યવાહી હાથ ધરી છે, એટલું જ નહીં, જન્મજાત શિશુને ત્યજી દેનાર દયાહીન માતાની પોલીસે શોધખોળ હાથ ધરી છે.


Padma Awards 2021: કેશુબાપા, મહેશ-નરેશ સહિતના આ ગુજરાતીઓને પદ્મ પુરસ્કારથી નવાજ્યા


અત્રે નોંધનીય છે કે, ભાવનગર જેસરના બેડા ગામમાં તરછોડાયેલા નવજાત બાળકની જનેતાને શોધવા જેસર પોલીસે એફ.એસ.એલ. તથા ડોગ સ્ક્વોડ ની ટીમ સાથે ઘટના સ્થળે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. તપાસ દરમિયાન સાચું કારણ ખુલશે.


શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ માદરે વતનમાં ઢોલના તાલે તલવારબાજી કરી, વીડિયો વાયરલ


ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા જ ગાંધીનગરના પેથાપુરમાં માસૂમને તરછોડાયાનો  કિસ્સો સામે આવ્યો હતો. જેમાં રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ઘટનાને ગંભીરતાથી લઇ તપાસના આદેશ આપ્યા હતા. અને બાળકના માતા પિતાને શોધી નાંખવામાં આવ્યા હતા.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube