Loksabha Election 2024: ભાવનગરમાં શક્તિસિંહ ગોહિલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની રાવણ સાથે સરખામણી કરી છે. અહંકાર તો રાવણ અને કંસનો પણ તૂટ્યો હતો, સમય બળવાન છે. આજે ભાવનગર ખાતે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ઉમેશ મકવાણાના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ઉદઘાટન શક્તિસિંહ ગોહિલ અને ઇશુદાન ગઢવીની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું, જ્યારે આ તકે એક સભાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. જેમાં શક્તિસિંહ ગોહિલે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. સભા બાદ શક્તિસિંહ ગોહિલે ભવ્ય રેલી યોજી ઉમેશ મકવાણાનો પ્રચાર કરી વિજેતા બનાવવા અપીલ કરી હતી. શક્તિસિંહ ગોહિલે દાવા સાથે કહ્યું હતું કે 10 વર્ષમાં ભાજપે કુલ 82 અબજ 52 કરોડનું દાન મેળવ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રૂપાલામાં હવે કોંગ્રેસ કૂદી! ધાનાણી અને જિજ્ઞેશ મેવાણીએ ઘી હોમ્યું! આ નિવેદનથી વિવાદ


ભાવનગર ખાતે ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ઉમેશ મકવાણાના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. આ તકે ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ તેમજ આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ઈશુદાન ગઢવી સહિતના અનેક લોકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. શક્તિસિંહ ગોહિલના હસ્તે મધ્યસ્થ કાર્યાલયનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ તકે શક્તિસિંહ ગોહિલે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમજ મોદીને રાવણ સાથે સરખામણી કરતા કહ્યું કે ભાજપે આ 10 વર્ષમાં 82 અબજ 52 કરોડ રૂ.જેટલું દાન મેળવ્યું છે. તેમજ તેઓ સત્તામાં હોય તેમની પાસે શસ્ત્ર, શાસ્ત્ર, સત્તા, સંપત્તિ બધું જ હોય જેથી તે પોતાનું ધાર્યું કરી શકે. 


રૂપાલાની મુસીબત વધી! બેઠકમાં કોઈ સમાધાન નહીં, 'ક્ષત્રિયોની એક જ માંગ, ઉમેદવાર બદલો'


તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આજે સત્તાના મદમાં કોંગ્રેસના ખાતા સિઝ કરી કોંગ્રેસ ચૂંટણી લડી ન શકે રૂપિયા વગર એવી સ્થિતિમાં મુકવા પ્રયાસ કર્યો છે, પરંતુ અમો તેમ છતાં પણ ચૂંટણી લડીશું અને જીતીશુ તેવો વિશ્વાસ વ્યક્ત કરી ઉમેદવાર ઉમેશ મકવાણાને મત આપી વિજયી બનાવવા અપીલ કરી હતી. 


ડો.અતુલ ચગ કેસ પર પૂર્ણવિરામ! પુત્ર હિતાર્થ ચગે કર્યો ખુલાસો, રઘુવંશી સમાજ ચોંક્યો


ઉપરાંત ભાંગતા ભાવનગર માટે ભાજપને જવાબદાર ગણાવી પ્રહાર કર્યા હતા. તેમજ ઉદ્યોગો કે જે કોંગ્રેસના સમયની દેણ છે તે બધા પડી ભાંગ્યા છે, જેને સત્તા પ્રાપ્ત થતા ફરી વેગવંતા બનાવીશું તેમ જણાવ્યું હતું. તેમજ ભાવનગરના માર્ગો પર ભવ્ય રેલી યોજી ચૂંટણી પ્રચાર કર્યો હતો. જેમાં મોટી સંખ્યામાં ગઠબંધનના કાર્યકર્તાઓ જોડાયા હતા. 


જેના દમ પર ભાજપ શક્તિશાળી બન્યો, તેને કોની લાગી નજર? વિરોધના વંટોળ વચ્ચે નવો પડકાર