Bhavnagar News નવનીત દલવાડી/ભાવનગર : ભાવનગર વનવિભાગે દરિયાઈ જીવસૃષ્ટિની અનુસૂચિત-1માં સમાવિષ્ટ વનસ્પતિ ઇન્દ્રજાળના જથ્થા સાથે એક વેપારીને પકડ્યો છે. અમદાવાદ વનવિભાગ દ્વારા ઇન્દ્રજાળ વનસ્પતિ સાથે પકડાયેલા એક યુવકની પુછપરછ કરાતા ભાવનગરના સોની વેપારી બ્રિજેશ હરેશભાઇ કુકડીયાનું નામ ખુલ્યુ હતુ. જે બાદ ભાવનગર વનવિભાગની ટીમ સોની બજાર પહોંચી હતી જ્યાંની ભગવતી જવેલર્સમાં તપાસ કરતા વધુ 5 ઈન્દ્રજાળ મળી આવી હતી. લોકોમાં માન્યતા છે કે ઈન્દ્રજાળની વનસ્પતિ ધંધાના સ્થળે રાખવાથી વેપાર-ધંધામાં વૃદ્ધિ થાય છે. એટલે જ સોની વેપારીઓ આ વનસ્પતિ ધંધાના સ્થળે ફોટો ફ્રેમમાં મઢાવીને રાખતા હોય છે. ત્યારે ભાવનગરનો સોની વેપારી આ ઈન્દ્રજાળ વેચવાનો ધંધો કરતો હોવાનો ખુલાસો થતાં વનવિભાગે આરોપી સામે ન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972 ની જુદીજુદી કલમો હેઠળ ગુનો નોંધી પુછપરછ હાથ ધરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વનવિભાગની ટીમ સોની બજાર પહોંચી હતી 
ભાવનગર વનવિભાગની ટીમે શહેરમાં આવેલી સોની બજારમાંથી એક સોની યુવકને દરિયાઈ જીવ સૃષ્ટિમાં અનુસૂચિત-1માં સમાવિષ્ટ વનસ્પતિ ઇન્દ્રજાળ ના જથ્થા ઝડપી પાડ્યો છે. અમદાવાદ વનવિભાગ દ્વારા ઇન્દ્રજાળ વનસ્પતિ સાથે ઝડપાયેલા એક ઇસમની પૂછપરછ કરતા તેમણે ભાવનગરમાં ભગવતી જવેલર્સ નામની દુકાન ધરાવતા બ્રિજેશ હરેશભાઇ કુકડીયાનું નામ આપતા ભાવનગર વનવિભાગની ટીમ સોની બજારમાં પહોંચી હતી, જ્યાં તપાસ કરતા ભગવતી જવેલર્સ માંથી 5 ઇન્દ્રજાળ મળી આવી હતી. 


હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ : આ જિલ્લાઓ માટે આજનો દિવસ ભારે, વરસાદનું સંકટ આવશે


ઈન્દ્રજાળ વનસ્પતિ ચમત્કારિક ગણાય 
જેને જપ્ત કરી આરોપી સામે વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972 ની જુદીજુદી કલમો હેઠળ ગુનો નોંધી વનવિભાગની ઓફિસે લાવી તેની પૂછપરછ હાથ ધરી છે, જેમાં ઇન્દ્રજાળનો ઉપયોગ તાંત્રીક વિધિ અને અંધશ્રદ્ધા માં કરવામાં આવતો હોવાનું જણાવ્યું હતું. ઇન્દ્રજાલ વનસ્પતિ એક દરિયાઈ વનસ્પતિ છે, જેને ચમત્કારિક માનવામાં આવે છે, વેપારીઓ તેને મઢાવી ને દુકાનમાં કે ધંધાના સ્થળો પર રાખતા હોય છે, આ વનસ્પતિને રાખવાથી વેપારવૃધ્ધી થતી હોવાની માન્યતા પ્રવર્તી રહી છે, વનવિભાગ દ્વારા વેપારીની પૂછપરછ હાથ ધરવામાં આવી છે, તે કેટલા સમયથી આ ઇન્દ્રજાળનો વેપાર કરે છે. ક્યાંથી લાવે છે અને કોણ કોણ અને રાજ્યના ક્યાં ક્યાં વિસ્તારના લોકો આ ગેરકાયદેસર વેપારમાં સામેલ છે તે અંગેની તપાસ હાથ ધરી છે.


પહેલા Clutch દબાબવી કે Brake? આ સિક્રેટ જાણી લેશો તો ગાડી રોકેટની જેમ દોડશે